વડોદરા : ફતેપુરા વિસ્તારમાં રામનવમીના દિવસે નીકળેલી બે શોભાયાત્રા પર અસામાજિક તત્વો દ્વારા ભારે પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જેમાં ઉચ્ચ અધિકારી સહિતના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જેમાં પોલીસે 23 પથ્થરબાજોની ધરપકડ કરીને જેલમાં હવાલે કરાયા હતા. કોમી ભડકાના કારણે કમિશનર દ્વારા એસઆઇટીની રચના કરાઇ હતી. પથ્થરમારો કરનાર 500-600 લોકોના ટોળા દ્વારા હુમલો કરાયો હતો. પરંતુ અન્ય આરોપીઓને શોધવા માટે પોલીસે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ઓળખ શરૂ કરી છે પરંતુ આરોપી ધરપકડથી બચવા માટે જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ માત્ર નામ પૂરતા આરોપી પકડાઇ રહ્યા છે.
રામનવમીની શોભાયાત્રા 31 માર્ચે બપોરે 11.30 વાગ્યાના અરસામાં પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી તોફાના તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમાર્યો કર્યો હતો. પરંતુ ડીસીપીએ માત્ર આ ઘટનાને સામાન્ય ગણાવી હતી. પરંતુ ત્યારબાદ સાંજે 5.30 વાગે કુંભારવાડામાંથી નીકળેલી બીજી શોભાયાત્રા ફતેપુરાના ધુળધોયાવાડ મસ્જિદ પાસેથી પસાર થતી હતી. ત્યારે વિધર્મીઓની નમાજ પૂરી થવાનો સમય હતો. બપોરના બનાવને અદાવતે મસ્જિદ તરફથી તેમજ મસ્જિદની સામેના ભાગેથી પથ્થરમારો કર્યો હતો.
જેના પગલે શોભાયાત્રામાં સામેલ ભક્તો સહિત પોલીસ કર્મીઓના દોડધામ મચી ગઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓને સહિતના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કોમી છમલકાના કારણે સમગ્ર શહેરમાં કોમી ફૌટી નીકળશે તેવી દહેશત ફેલાતા અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી. કોમી પથ્થર મારા પર કાબૂ મેળવવા માટે પોલીસે ટીયર ગેસના ચાર શેલ છોડ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમે આખી રાત વિસ્તારમાં કોમ્બિંગ કરીને 23 જેટલા આરોપીની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની પૂછપર કરતા અન્ય 22 નામ બહાર આવ્યા હતા. ઘટનાના ગંભીરતાને ધ્યાનમાં લઇને પો. કમિશનર દ્વારા એસાઇટીની રચના કરાઇ હતી. જે ટીમ દ્વારા નામ પૂરતા આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક અન્ય વિસ્તારમાં રહે છે જ્યારે કેટલાક તો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની શંકા સેવાઇ રહી છે. જે પૈકીના શહેરની શાંતિમાં પલિતો ચાંપનાર અન્ય આરોપીઓને શોધવા માટે પોલીસે તોફાન ગ્રસ્ત વિસ્તારમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી શરૂ કરી છે.