આપણને સ્વતંત્રતા મળી ત્યારથી લઈને અત્યાર સુધી દેશના બધા જ કેન્દ્રિય મંત્રાલયો ક્યાં તો અંગ્રેજોએ બાંધેલા મકાનો ક્યાં તો ભાડેના મકાનોમાં ચાલતા હતા. આ બધા કેન્દ્રિય મંત્રાલયો સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકમાં વિખેરાયેલા હતા. એક મંત્રાલયમાંથી બીજા મંત્રાલયમાં અવરજવર કે વહીવટમાં અને ઝડપથી નિર્ણયો લેવામાં ખૂબ તકલીફો પડતી હતી. તે જ રીતે, દિલ્હીમાં સંસદ સભ્યોને પણ જે બંગલાઓ અલગ અલગ જગ્યાએ ફાળવવામાં આવે છે, તેય વર્ષો જૂના હોવાથી તેની જાળવણી, સુરક્ષા વગેરેનો ખર્ચો, મોટો આવતો હતો. આ બધી તકલીફોમાંથી મુક્તિ મેળવવા માટે સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ હેઠળ ઘણા મંત્રાલયો અને સાંસદો માટે ફ્લેટ્સ બની રહ્યા છે.
જે અંતર્ગત થોડા દિવસો પહેલા મોદીજીએ દિલ્લીમાં ‘કર્તવ્ય ભવન’નું લોકાર્પણ કર્યું. આ ભવનમાં દેશના તમામ કેન્દ્રિય મંત્રાલયો જેવા કે, ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય વગેરેની ઓફિસ એક જ જગ્યાએ હશે. આ ભવન અત્યાધુનિક ટેક્નોલોજી અને સુવિધાઓથી સજ્જ છે સાથે પબ્લિકની અવરજવર અને તેમની વ્યવસ્થા પ્રોપર ગોઠવવામાં આવી છે. અન્ય બે કર્તવ્ય ભવન હજુ બની રહ્યા છે. આવા કુલ આઠ બનવાનાં છે. હવે મૂળ વાત હમણાં સુધી આ મંત્રાલયનાં કાર્યાલય અને ઓફિસો ભાડેથી હતી અને આ ઓફિસોનું વાર્ષિક ભાડું કેન્દ્ર સરકાર ચૂકવતી હતી. આ ભાડુ જે તે સમયની સરકારનાં નજીકનાં લોકોને મલાઈ સ્વરૂપે મળતું. આમ આ એક મજબૂત ઇકોસિસ્ટમ હતી. આવા મંત્રાલયો અને સાંસદો માટે નવેસરથી મકાનો, મંત્રાલયો બનાવવાનું શા માટે ન સૂઝયું? શા માટે તમે કરોડો રૂપિયા કોને અને શા માટે ચૂકવતા હતા?
ધામડોદ રોડ, બારડોલી – કેદાર રાજપૂત – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.