જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝોઆએ જ્યારે પોતાની પાર્ટીના સભ્યના પ્રચાર અર્થે કાર્ય કરતાં હતાં ત્યારે એકદમ નજીકથી ગોળીમારી તેમની હત્યા કરી દેવામાં આવી. ગુનેગાર પકડાઈ ગયા પરંતુ જાપાને એક સુપરહીરો ગુમાવી દીધો. અને ભારતે એક સારો મિત્ર. ભૂતકાળમાં સત્તા પર હોય એવા ઘણાંય સારા વડાપ્રધાનો પર આવા હુમલા થયા છે. તેમને ગુમાવવાનો વારો દરેક દેશને આવ્યો છે. ગુલામીપ્રથા નાબુદ કરનાર અબ્રાહમ લિંકન, ગાંધીવાદી આદર્શો અપાવનાર માર્ટીનલ્યૂથર, અમેરિકી પ્રમુખ જોહન કેનેડી, પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો અને ભારત પણ તેમાંથી બાકાત નથી સત્ય – અહિંસાને વરેલા મહાત્મા ગાંધીજી ઉપરાંત ઈન્દિરાગાંધી રાજીવગાંધી… લીસ્ટ બનાવવામાં આવે તો ખૂબ લાંબી યાદી તૈયાર થાય.
માનવજાતિનાં ઈતિહાસમાં ડોક્યું કરીશું તો આખા કેટલાય રાજાઓ, સત્તાધારીઓ, નેતાઓ, પ્રમુખોની ઉપર થયેલા હુમલા આપણને આશ્ચર્ય કરનાર છે. પોતાના જીવનને દેશમાટે સમર્પિત કરનાર આખા સત્તાધારીઓ કોના ટાર્ગેટમાં છે ? શા માટે ? સમજાતું નથી સામાન્ય રીતે માનવીય ઈર્ષા, અદેખાઈ, વંશીય ટીપ્પણી ભેદભાવ, વિચાર મતભેદ, દ્વેષ, ઉશ્કેરાવટ, આંતકવાદ માનસિક પછાતતા, ધર્મઝનૂન, સત્તાલાલસા…. ઉપરાંત ઘણાય પરિબળો જણાઈ આવે. જાપાનને ધીમીગતિનાં અર્થતંત્રમાંથી આગળ લાવવા વિશિષ્ટ આર્થિક નીતિનો અમલ કરનાર, અબેનોમિક્સ પોલીસી માટે જાણીતા બનનાર અને સૌથી લાંબાગાળા માટે વડાપ્રધાન પદ પર રહી દેશને સમર્પિત નેતા અને નેતાગીરી જાપાને ગુમાવ્યા છે.
સુરત – ભાવિશા પી. ત્રિવેદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.