Charchapatra

મત આપતી વેળા નગુણા કેમ બન્યા?

માનવી તો નગુણો થયો છે. જરા પણ  કદર ન કરી કાર્યની જેને અયોધ્યા માટે શું નથી કર્યું તેની આવી કદર! પહેલે તો આ વિચારવું જોઈએ કે આપણે અને આપણો દેશ સનાતન છે. ભાગલા પડેલા તેમાં પણ ધર્મ હતો તો પછી એટલી બધી સહાનુભૂતિ શા માટે અહીં તો જે રહી ગયેલા છે તેને તો સુખ શાંતિ રોજી રોટી ઘરબાર બધું જ મળ્યું છે. ભારતમાં રહી ગયેલા અને શાંતિ જ શાંતિ છે એ સહિષ્ણુતા છે એ સૌએ સમજવું જોઈએ.

બુદ્ધિજીવીઓ અને નકલવાદીઓ ભારતના કોઈ પણ કાર્યને સ્વીકારતા નથી અને એમનું વિચારોનું પ્રદર્શન પણ કરે છે પણ એ ભારત માટે સારું તો ન જ કહેવાય. જેના પિતા સંરક્ષણના મોટા હોદ્દેદાર છે તેની દીકરી હંમેશા ભારત વિરોધી વલણ રાખે છે આ કઈ નીતિ, બહુ વિચારવા જેવી વાત છે, હવે અયોધ્યામાં શું રોજી રોટી ધર્મના આધારે છે સૌને સૌ રીતે રોજીરોટી મળી રહેશે તો પછી જે હોય તે, મત કેમ ન આપ્યા, ખૂબ ખોટું થયું, ખરેખર માણસોના વિચારોને આપણે ઓળખી શકતા નથી.

આ બધું કરવા પાછળ એટલી બધી શક્તિ અને ધન વપરાયું છે વિકાસનું એ પગથિયું પણ કહેવાય, સુંદર બાંધકામો, બગીચાઓ, કલાકૃતિઓથી અયોધ્યા કાશી શોભાયમાન થયા છે ત્યાં રોજી રોટીનો તો સવાલ જ નથી. મુસ્લિમ મહિલાઓ પણ આઝાદ બનીને ફરે છે. એમના હક્કો એમને મળ્યા પણ છે એટલી બધી મહેનત કરી યોગીએ અને એની ટીમે તો શું આ પરિણામ હોઈ શકે, કુઠરાઘાત કર્યો છે. આ મતદાતાઓએ બિલકુલ સારું કર્યું નથી. ઉત્સાહિત માણસોને આઘાત આપ્યો છે, હાર જીત તો હોય, પણ કંઈક આશા પણ અમુક વાત પર રાખી શકાય ને ?

સાવ જ સામી વ્યક્તિને નિરાશ કરી દેવું એ ક્યાંનો ન્યાય ?બધે જ આવી સહિષ્ણુતા  રાખીશું તો દેશ વિધર્મીઓના   હાથમાં આવતો કોઈ રોકી ન શકે, મંદિરો તોડીને મસ્જિદો બનાવી. તો શું બીજી જગ્યાએ ન હતી ? આટઆટલું સ્પષ્ટ છે છતાં પણ આવું થઈ રહ્યું છે. સૌએ ચેતવાનો સમય આવી આવી રહ્યો છે. વિપક્ષો તો પોતાની ખુરશી માટે બધું જ કરી છૂટશે. દેશ માટે દેશની સરહદ માટે દેશની ભૂમિ માટે દેશના રક્ષણ માટે જે માણસ જે વ્યક્તિ જે સરકાર કરે તેને આપણી સહિષ્ણુતા દાખવીએ એમાં જ સાચી દેશની સેવા કહેવાય નહીં કે ખુરશી.
સુરત     – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top