કથિત ‘કેજરીવાલ-મોડેલ’ સાથે દસ વર્ષ સુધી દિલ્હી પર શાસન કર્યા પછી આમ આદમી પાર્ટી (આપ)એ મતદારોના એક મોટા વર્ગનું સમર્થન ગુમાવી દીધું છે. બીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હીને વાસ્તવમાં વિશ્વની રાજધાની બનાવવાના વચનથી પ્રેરિત – ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછો ફર્યો છે. દિલ્હીની આઠમી વિધાનસભા માટે થયેલી 5 ફેબ્રુઆરીની ચૂંટણીનાં પરિણામોથી કેજરીવાલ સિવાય બીજા કોઈને આશ્ચર્ય થયું નહીં હોય. આપની હાર પાછળનાં કેટલાંક કારણો અહીં છે: સૌથી પ્રથમ, દિલ્હી પર એક દાયકા સુધી શાસન કર્યા પછી આપને સત્તાવિરોધી લહેરનો સામનો કરવો પડ્યો.
એ સાચું છે કે, આપએ પ્રથમ બે કાર્યકાળ દરમિયાન આરોગ્ય અને શિક્ષણમાં પ્રભાવશાળી પરિણામો પ્રાપ્ત કર્યાં અને વીજળી અને પાણીની સબસિડીથી મતદારોને ખુશ રાખ્યા.પરંતુ અધૂરા વચનો, જેમ કે હવાની ગુણવત્તામાં સુધારો મુખ્ય ચૂંટણી મુદ્દો બન્યો. ઉલટાનું ચૂંટણીનાં વચનો પૂરાં કરવામાં કેજરીવાલની અસમર્થતા સૌથી મોટું પરિબળ સાબિત થયું છે. મધ્યમ વર્ગ કેજરીવાલની શાસનમાં રુચિના અભાવથી નિરાશ હતો. તેથી તેમણે ભાજપને મત આપ્યા. કેજરીવાલની પીડિતવાળી કથા, સંઘર્ષની રાજનીતિ અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે મતદારો ભાજપ તરફ વળ્યા. કેટલાક લોકોનું માનવું છે કે, આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનનો અભાવ પણ એક પરિબળ રહ્યું છે.
કારણ કે, 65 મતવિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી, આમ છતાં તેણે આપને નુકસાન પહોંચાડ્યું.જોકે, દિલ્હીની બધી 70 બેઠકો માટે આ સાચું ન પણ હોય. મતદારોના મનમાં એક મોટું પરિબળ એ હતું કે, 2022ની એમસીડી ચૂંટણીમાં આપની જીત છતાં દિલ્હીમાં જર્જરિત રસ્તાઓ, નબળી સ્વચ્છતા અને અપૂરતો પાણી પુરવઠો જેવી સમસ્યાઓમાં કોઈ સુધારો જોવા મળ્યો નહીં. દિલ્હીના મતદારો એમસીડી અને દિલ્હી સરકાર વચ્ચે ભેદ પાડતા નથી. આ બધી સમસ્યાઓ કેજરીવાલના દરવાજા પર આવી ગઈ.
આપનો એ દાવો કે, કેન્દ્રમાં ભાજપ સરકાર તેના કામકાજમાં અવરોધો ઊભા કરી રહી છે. મતદારો દ્વારા તેને બહાનાં તરીકે જોવામાં આવ્યું, ખાસ કરીને દસ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી.ભાજપના ‘ડબલ એન્જિન’ વચને કેન્દ્ર અને રાજ્ય સ્તરો વચ્ચે ઉચ્ચ વર્ગના શાસનનું સૂચન કર્યું, જેણે આપના કેન્દ્ર સાથે સતત સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં મતદારોને આકર્ષિત કર્યા. આ ઉપરાંત આપમાં આંતરિક અવ્યવસ્થા, જેમાં વરિષ્ઠ નેતાઓને જેલની સજાનો સામનો કરવો પડ્યો, તેના કારણે સત્તાના પડકારોમાં વધારો થયો.
ભ્રષ્ટાચાર વિરોધી યોદ્ધા તરીકે અરવિંદ કેજરીવાલની છબીને ઘણા પરિબળોને કારણે નુકસાન થયું, જેમાં ખાસ કરીને હવે રદ કરાયેલી દારૂ નીતિને લઈને વિવાદ. ભાજપે આપ સરકાર પર નવી નીતિ દ્વારા દિલ્હીને ‘શરાબી શહેર’માં ફેરવવાનો અને દારૂની દુકાનો ખોલનારાઓ પાસેથી કરોડોની લાંચ લેવાનો આરોપ મૂક્યો.કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસના પરિણામે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિત આપના ટોચના નેતાઓની ધરપકડ થઈ. જેથી મતદારોને ખાતરી થઈ ગઈ કે, આ નેતાઓ સ્વચ્છ છબી ધરાવતા નથી.
કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના નવીનીકરણ માટે ખર્ચવામાં આવેલા કરોડો રૂપિયાએ મોટું નુકસાન કર્યું. મુખ્યમંત્રીના નિવાસસ્થાને ‘શીશમહેલ’ નામ આપ્યું. આનાથી કેજરીવાલની ‘આમ આદમી’ની છબી બદલાઈ ગઈ. કેજરીવાલ પોતાની વાત પર અડગ રહી શક્યા નહીં. ભાજપે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ)ના અહેવાલને વધુ પ્રકાશિત કર્યો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, નવીનીકરણનો ખર્ચ 7.91 કરોડ રૂપિયાના પ્રારંભિક અંદાજથી વધીને 33.66 કરોડ રૂપિયા થઈ ગયો હતો.દિલ્હીના મતદારોના મૂડને જોઈને કોંગ્રેસે આપ વિરુદ્ધ આક્રમક પ્રચાર કરવાની ફરજ પડી. દિલ્હી પ્રચારના અંતિમ દિવસોમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ આપ પર પ્રહારો કર્યા.
કોંગ્રેસે વધુમાં દાવો કર્યો કે, આપ ગઠબંધન ઇચ્છતી નથી, જેના કારણે કેજરીવાલે તમામ 70 ઉમેદવારોની જાહેરાત કરી દીધી. વાસ્તવમાં દિલ્હીમાં આપનો ઉદય પણ કોંગ્રેસના પતન સાથે થયો હતો. આપએ 2015 અને 2020માં તેમના વારંવારનાં વચનો અને મફત સુવિધાઓના દમ પર જનાદેશ મેળવ્યો હતો. જોકે, 2025માં લાગે છે કે એ મફતની રેવડીઓની અપીલ પણ કામ ન આવી. કેજરીવાલે ખુદ સ્વીકાર્યું કે, તેઓ ત્રણ વચનો પૂરાં કરવામાં નિષ્ફળ ગયા છે: યમુનાની સફાઈ, સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું અને દિલ્હીના રસ્તાઓનું અપગ્રેડ કરવું. આ સ્વીકૃતિએ ભાજપને તેમના પર હુમલો કરવાની તક આપી.
ભાજપની ચૂંટણી પ્રચારની રણનીતિ મુખ્યત્વે કેજરીવાલ અને તેમની સરકારને નિશાન બનાવવા પર કેન્દ્રિત હતી, નહીં કે હિન્દુત્વ પર ભાર મૂકવા પર. જેમ કે તે ઘણીવાર અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન કરતી આવી છે. ભ્રષ્ટાચાર અને શાસન જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભાજપે આપની વિશ્વસનીયતાને અસરકારક રીતે નબળી પાડી અને મતદારોના વિશાળ વર્ગને આકર્ષિત કર્યો. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતે ‘બ્રાન્ડ મોદી’ની જાદુઈ શક્તિને ફરીથી મજબૂત કરી. ભાજપની જીત પછી મોદીએ કહ્યું, ‘’વિકાસ અને સુશાસનની જીત થઈ છે.’’ એ વાતમાં કોઈ શંકા નથી કે, મોદીની લોકપ્રિયતાએ, જેણે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપની જીત સુનિશ્ચિત કરી, તેણે ભાજપને દિલ્હીમાં પણ જીત અપાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.