Comments

ખુશ કેમ રહેવાય

એક આંધળો માણસ બેંચ પર બેસીને મસ્તી ભરી ધૂન વગાડી રહ્યો હતો અને સરસ મજાનું ગીત ગાય રહ્યો હતો. ગીત ગાતા ગાતા અને ગિટાર વગાડતા વગાડતા તેના ચહેરા પર એક અજબ પ્રકારની ખુશી હતી આજુબાજુ પસાર થતાં લોકો તેની ધૂન સાંભળી અને ખુશ થઈ જતા હતા.  એક પસાર થનાર માણસને ધુન એટલી ગમી કે તે ત્યાં ઉભો રહી ગયો અને ધૂન સાંભળવા લાગ્યો થોડીવાર પછી ગીત પૂરું થતાં ધૂન સાંભળવા ઉભા રહી ગયેલા માણસે આંધળા માણસને પૂછ્યું કે, ‘તમે આંધળા છો છતાં પણ આટલા મસ્તીથી ગીતો ગાવ છો અને ગિટાર વગાડો છો.

એકદમ ખુશ દેખાવ છો!’ આંધળા માણસે જવાબ આપ્યો હસીને જવાબ આપ્યો કે, ‘હું આંધળો છું એટલે હું ખુશ છું એવું નથી પણ હું ખુશ છું કારણ કે હું જીવનને સંગીત દ્વારા માણી શકું છું. જીવનની સુંદરતાને હું સંગીત વડે ઓળખી શકું છું.’  પેલા માણસને આંધળા માણસનો જવાબ સાંભળીને જરાક ઝટકો લાગ્યો તેણે ફરી પૂછ્યું, ‘પણ ક્યારેક પણ તમને દુઃખ નથી થતું? ક્યારેક પણ તમને હતાશા કે નિરાશા નથી આવતી?’આંધળા માણસે હસતા હસતા જવાબ આપ્યો, ‘આવે છે ક્યારેક દુઃખ થાય છે ક્યારેક હતાશા થાય છે પણ મેં શીખી લીધું છે કે ખુશ રહેવા માટે આપણી પાસે શું છે? અને આપણે શું જોઈ શકીએ છીએ? કે આપણે શું નથી જોઈ શકતા? તેની કોઈ જરૂર નથી.આપણા ખુશ રહેવાનો આધાર છે આપણા મનની લાગણીઓ અને આપણે શું અનુભવીએ છીએ તેના ઉપર… જ્યારે જ્યારે હું મારી ગિટાર વગાડું છું ત્યારે જ્યારે તેના તારના ઝંકાર અને તેના સંગીતના સૂરો મને ખુશી આપે છે અને મારા સંગીતના સૂરો મને ખબર છે કે બીજાને પણ ખુશી આપે છે.

પેલો માણસ આ જવાબ સાંભળીને એકદમ રાજી થઈ ગયો તેને આંધળા માણસની હોશિયારી અને પરિપક્વતા પર માન થયું. તેને સમજાયું કે ખુશ રહેવું એ આપણી પસંદગી છે આપણા સંજોગો પર આપના ખુશ રહેવાનો આધાર નથી.  આ નાનકડી વાત પરથી આપણને સમજાય છે કે જીવનમાં ખુશી તમે નાની નાની વસ્તુઓમાંથી શોધી શકો છો અને જીવનમાં કોઈપણ સંજોગો હોય તમે ખુશીનો અનુભવ કરવા ઈચ્છો તો તમે ખુશ રહી શકો છો ખુશી મેળવી શકો છો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top