ગયે અઠવાડિયે જ રેલવેનો ફતવો બહાર પડયો એમાં જણાવાયું છે કે વિકલાંગો અને નિવૃત્ત આર્મી મેન સિવાય અન્ય સિનિયર સિટીઝનોને કોરોનાના બહાને (?)બંધ કરવામાં આવેલ કન્સેશન ચાલુ કરવામાં નહિ આવે. કાંઈ કારણ? તો હવે કોરોના તો જવા પર જ છે.તો રેલવે મંત્રી કહે છે કે રેલવે બહુ ખોટમાં છે.તો બે ટર્મથી સરકારે ખોટમાંથી બહાર લાવવા શાં પગલાં લીધાં? લાલુપ્રસાદ રેલવે મંત્રી હતા ત્યારે બે હજાર કરોડનો નફો કરતી રેલવે સાત વરસમાં ત્રણ ગણો પેસેન્જર અને ગુડસ ટ્રાફિક વધવા છતાં ખોટમાંથી બહાર ન આવે એ કેવો વહીવટ? કોરોનાને કારણે બધા જ શહેરમાં રહેતા સંતાનોનાં માતા પિતા, વાલીઓ,વડીલો સુરત બહાર જોબ કરતાં પુત્ર, દીકરી જમાઇને બે વરસ ઉપરાંતથી મળી નથી શકયાં તેનું શું? શું જે વર્ગ આંદોલન કરી શકે એને જ સરકાર સાંભળે છે?
સુરત – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે