Columns

ફરિયાદ કરો છો શા માટે

એક દિવસ સત્સંગ પૂરું થયા બધા બધી આન્ટીઓની મહેફિલ જામી, સત્સંગ કરી લીધા બાદ ફરાળી નાસ્તો કરતા કરતા બધા મસ્તી ભરી વાતો કરવા લાગ્યા.૫૫ થી ૬૫ વર્ષની આ આંટીઓની વાતોનો મુખ્ય વિષય હતો કે આજની યુવા પેઢી બગડી ગઈ છે …કેવા કપડા પહેરે છે …કહ્યું સાંભળતા નથી …સામે જવાબ આપે છે …મન મરજી મુજબ વર્તે છે …જવાબદારીનું ભાન નથી …વગેરે વગેરે ઘણું ઘણું ….બધા એમ જ કહી રહ્યા હતા કે આ તો ઘર ઘરની કહાની છે. કોઈની વહુ બરાબર નથી …કોઈની વહુ કામ કરે છે તે ગમતું નથી તો કોઈને વહુ ભણેલી નથી તેનું દુઃખ …કોઈની વહુ કામ બરાબર કરતી નથી ….

નાસ્તો કરતા કરતા ઘણી ઘણી પંચાત કરી લીધા બાદ બધાએ જુદા જુદા ડાઈલોગ માર્યા કે ‘હું તો માથું મારતી જ નથી જે કરવું હોય તે કરે.’— ‘હું ભલી ને મારું કામ ભલું વધુ બોલું જ નહિ.’—- ‘હું તો ધ્યાન જ નથી આપતી.’—- ‘મને તો કઈ ફર્ક પડતો નથી.’ આ વાતો કઈ બોલ્યા વિના ક્યારના સાંભળી રહેલા બેલાબહેન હસ્યા….બધાએ તેમની સામે જોઈ મોં બગાડ્યું કે આમાં હસવા જેવું શું છે?? બાજુમાં બેઠેલા રીમા બહેને પૂછ્યું, ‘તમે કેમ ક્યારના ચુપ છો અને હવે શું કામ આમ મજાકમાં હસો છો ??’ બેલાબહેન બોલ્યા, ‘તમારુ વર્તન જોઇને અને તમારી વાતો સાંભળીને હસું છું.

તમે પહેલા સત્સંગ કર્યો ..પછી પોતાના જ બાળકોની વાતો કરી તેમના વાંક ગણાવ્યા અને પછી પાછા આવા વાક્યો બોલી હવે તેમે એમ જણાવવા માંગતા હતા કે તેઓ અત્યાર સુધી જે ફરિયાદો કરી રહ્યા હતા ..પંચાત કરી રહ્યા હતા તે બધી નકામી હતી તમને જો કોઈ ફર્ક પડતો જ ન હોય તો ફરિયાદ કરો છો જ શું કામ?? અને કોઈ તકલીફ હોય ..કોઈ વાત કે વર્તન ન ગમતા હોય અને સાચે જ તમે ધ્યાન આપતાં ન હો તો અહીં શું કામ તેના વિષે વાતો કરો છો ?? જો તમને કોઈ વાતે વાંધો હોય તો જેના વર્તન પર વાંધો છે તેને જઈને કહો અહીં શું કામ કારણ વિના તેમની વાતો કરો છો ??

તમારા જ સંતાનોને ચાર માણસો વચ્ચે નીચા દેખાડી તમે મોટા કઈ રીતે થશો ??’બેલાબહેનની આ સાચી ચોટદાર વાત સાંભળી બધા ચુપ થઇ ગયા.  બેલા બહેને આગળ કહ્યું, ‘બહેનો , બધાના ઘરમાં કૈંક તકલીફો હોય જ પણ કાં તો તેને સાચે જ આંખ આડા કાન કરી છોડી દો….સૌથી સારો રસ્તો છે ફરિયાદ કરો જ નહિ …ન તેમની સામે ..ન બહાર કોઈ અન્ય સામે ….અને જો કરવી જ હોય તો જેની સામે વાંધો હોય તેની સાથે વાત કરો આમ પીઠ પાછળ નહિ સમજયા.અહીં સત્સંગ કરવા આવ્યા છો તો સત્સંગ કરો ..ખુશ રહો ..ફરિયાદ કરો છો જ શા માટે ??’
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top