ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022 માં ભારતે કુલ ૧૪૬ રાષ્ટ્રોની યાદીમાં 136 મો ક્રમાંક મેળવ્યો છે. વિશ્વ ખુશહાલી રિપોર્ટના માપદંડો તરીકે જે તે દેશમાં વસતી પ્રજાની જીવનની ગુણવત્તા, તેમના સર્વેના દિવસના હકારાત્મક અને નકારાત્મક ઈમોશન્સ ઉપરાંત તેમનું સ્વાસ્થ્ય ,સામાજિક સુરક્ષા , તેમની સ્વતંત્રતા ,ઉદારતા તથા ભ્રષ્ટાચારનું પ્રમાણ ધ્યાને લેવાય છે. પ્રસ્તુત રિપોર્ટમાં ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે. આ રિપોર્ટ જાહેર થયા બાદ મહત્ત્વની વાત એ છે કે આપણે હજી પણ કેમ પાછળ છીએ તેનાં કારણો ઉપર ગંભીરતાથી વિચારવાને બદલે આપણે બચાવ પ્રયુક્તિનાં કારણો ઉપર વિચારીએ છીએ. પાછલા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આપણાં પાડોશી રાજ્યો આગળનો ક્રમ પ્રાપ્ત કરી શક્યા તેનાં કારણોની આપણે અવગણના કરી રહ્યાં છીએ. આપણે હજી પણ બીજાની સારી બાબતોની અવગણના કરવામાં એટલાં વ્યસ્ત છીએ કે આપણે આપણી જ ગણના કરવાનું ચૂકી રહ્યાં છીએ! અને આ જ આપણી નિરાશાનું સૌથી મોટું કારણ છે. હેપીનેસને માત્ર ભૌતિક સુખાકારી સાથે નિસ્બત નથી. કારણ કે આપણે ત્યાં તો હેપીનેસની બાબતમાં અમીર-ગરીબ વચ્ચે ઝાઝું અંતર નથી. મોટા ભાગના અમીરો પણ એટલા જ નિરાશ છે જેટલા મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગ. આથી આપણે હેપીનેસના માપદંડો ઊંચા લઇ જતાં પહેલાં સેડનેસના માપદંડો શોધીને નીચા લઇ જવાની જરૂર છે. આપણે એટલા માટે ખુશ નથી કારણ કે હજી પણ આપણે બીજાઓના આગળ હોવાથી દુઃખી છીએ. ભૌતિક સુખાકારી ઉપર કામ કરતાં પહેલાં આપણે આપણી માનસિકતા ઉપર કામ કરવું પડશે. કારણ કે આપણે પોતાની હેપીનેસ સ્કીપ કરીને બીજાની સેડનેસને એલો (Allow) કરીએ છીએ.
ભરૂચ – સૈયદ માહનુર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં આપણે શા માટે પાછળ?
By
Posted on