ડેપ્યુટી કલેકટર અંકિતા ઓઝાનું લોકર 10 સોનાની બિસ્કિટ 7 લગડી દાગીના મળ્યા. 59 લાખ રોકડ 15 લાખનાં સોનાનાં બિસ્કિટ મળ્યા ગુજરાતમાં કટકીબાજી આપણે નાના કર્મચારીઓને કહેતા હતા. પોલીસ, તલાટી કે ક્લાર્ક પણ તે ખાલી મોહરા જ છે. અસલી રંગત અને કટકી હીરો તો ઉચ્ચ અધિકારીઓ છે. જે આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગી ગઈ છે. દિવસેને દિવસે ગુજરાતને અંદરથી કોરી ખાય છે. ડબલ એન્જીનથી આગળ ગુજરાતમાં ટ્રિપલ એન્જીન વાળી સરકાર જોવા મળે છે. 162 વિધાયકો ચાલુ સરકારનાં છે. માટે ડબલનાં ટ્રિપલ થાય જેમાં ગુજરાતનાં 25 સાંસદો પણ દિલ્હીમાં બેઠા છે. છતાં ગુજરાતમાં ભ્રષ્ટાચારની ઉધઈ માટે કોઈ નવી દવાની શોધ થઈ નથી.
વિજ્ઞાન અને ટેકનોલોજીનાં જમાનામાં પણ જો રાજકીય ઉધઈ માટે દવા નબળી હોય તો જનતા શું કરશે? ખેડૂત શું કરશે? બેરોજગાર યુવા શું કરશે? કર્મચારીઓ શું કરશે? વિધાર્થીઓ શું કરશે? આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે પણ આ ભ્રષ્ટાચારની ઉધઈ રાત દિવસ રોડ રસ્તા, શાળા, મકાન, બ્રિજ, મનરેગા જેવી અનેક યોજનામાં કાળી ઉઘઈ રૂપે ઘર કરી ગઈ છે. જો જનતા મતદાન રૂપી દવા નાખીને તેને મારવાનો પ્રયત્ન ન કરે તો આ ગુજરાતમાં તાલુકા અને જિલ્લાની પરિસ્થિતિ જોવા જેવી થશે. હવે વિચારો જો ગુજરાતમાં દુકાળ પડે તો આવા અધિકારીઓને સેવા માટે બહાર નીકળો કહેવામાં આવે તો રાજીનામું આપી ઘરે આરામ કરતાં ન દેખાય તો શું કરે? જાગો જનતા.
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
