સુરતના સિનેમાગૃહમાં ખાદ્ય પદાર્થ અત્યંત મોંઘા હોય છે. ચલચિત્રની ટિકીટ તો ‘‘કિંમતી’’ હોય જ છે! જે પેઢીએ રૂ. 2.75 પૈસામાં બાલ્કનીની ટીકીટ લઈ ફિલ્મની મઝા માણી હોય એ પેઢીને આ ભાવ આકરા લાગે જ! બે-ત્રણ કલાકનું ચલચિત્ર હોય એટલે સ્વાભાવિક છે કે ભૂખ-તરસ લાગે પણ ત્યાં પોપકોર્ન કે ઠંડા પીણા કે અન્ય નાસ્તા અનહદ મોંઘાં હોય છે. મધ્યમ વર્ગ પરિવાર કદાચિત એ લેવાનું ટાળે. પોપકોર્નનો ભાવ વાંચી આશ્ચર્ય જરૂર થાય! સ્વગૃહેથી નાસ્તો લઈ જવાની સિનેમાગૃહમાં મનાઈ છે. નાનાં બાળકો હોય તો માતાપિતા એ નાસ્તો (ત્યાંથી) લેવા માટે વિમાસણમાં મૂકાઈ જાય છે!
અનહદ મોંઘું હોય છે! કારણ તો સિનેમાગૃહવાળાં જ જાણે! ગુજરાતી ચલચિત્રો પણ હવે કરમુક્ત નથી હોતાં. ઘણી વાર ટિકીટના દરને કારણે પણ પ્રેક્ષકો હોતાં નથી! માંડ દસ-પંદર પ્રેક્ષકો હોય છે ક્યારેક. મોંઘવારી સૌને નડે પણ ‘રીઝનેબલ’ તો હોવું જરૂરી, નહીં તો ઘરનો ખોરાક લાવવાની છૂટ હોવી જરૂરી. ઠંડાં પીણાં-પાણીની બોટલ પણ મોંઘા ભાવે મળતી હોય છે એ યોગ્ય કહેવાય?
સુરત – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર આંખે ઊડીને વળગે છે
પ્રજાના કરવેરાનાં નાણાં રાજકર્તાઓ, કોન્ટ્રાકટરો તેમજ ચૂંટણી ફંડોમાં કરે છે. ચુકવણી થાય છે. આ મેલી મથરાવટી કોન્ટ્રાકટરો પોતે જ કબૂલે છે. અમુક ટકાનો ફાળો અનીતિ પેટે ચૂકવાય છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે પણ મીલીભગતના કારણે કરભારણથી વાંકી વળી ગયેલી પ્રજા નિ:સહાય ચૂપચાપ સહન કરે છે. ભ્રષ્ટાચારી કરોડોપતિ સાંસદોએ ધારાસભ્યોને બાનમાં લીધા છે. અરણ્યમાં રડતી પ્રજા બેબસ અને મજબૂર છે. બળાપો તો કાઢે છે પણ અમલમાં મૂકવાની ઢીલીપોચી નીતિ પ્રજાની હાડમારી વધારે છે. છે કોઇ પૂછનાર?
સુરત – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.