Charchapatra

દીપડા શહેરોમાં કેમ આવી રહ્યા છે?

હવે અવારનવાર દીપડાના હુમલાના સમાચારો પ્રગટ થતાં રહે છે. દીપડા હવે શહેરોમાં ધસી આવે છે. શહેરોની ફરતે આજુબાજુના ખૂબ નજીકના વિસ્તારોમાં દીપડા દેખાય એ હવે સામાન્ય બનતું જઈ રહ્યું છે. દીપડાના હુમલાથી બચવા માટે અનેકવિધ ઉપાયો સૂચવવામાં આવે છે. જેમ કે જંગલ વિસ્તારમાં એકલા જવાનું ટાળવું, રાત્રે ખુલ્લામાં સૂવાનું ટાળવું, નાનાં બાળકોને એકલાં ન મૂકવાં, ઘરની આજુબાજુ યોગ્ય પ્રકાશની વ્યવસ્થા રાખવી વગેરે. પરંતુ સાચો ઉપાય એ છે કે જંગલ વિસ્તારોની જાળવણી કરવી અને એમાં વધારો કરવો. વાસ્તવમાં આપણાં જંગલો ઘટતાં જઈ રહ્યાં છે.પરિણામે આવી પરિસ્થિતિ સર્જાઈ છે.વડોદરા શહેરમાં મગરો ફરતા હોવાની વાત આપણે જાણીએ જ છીએ. જે રીતે રહેણાંક વિસ્તારોમાં આવાં વિવિધ પ્રાણીઓ ધસી આવતાં હોવાને કારણે આપણે હવે ચિંતાતુર બન્યાં છીએ, એવી જ રીતે કદાચ પ્રાણીઓ પણ જંગલ વિસ્તારોમાં માણસોના પ્રવેશને કારણે રઘવાયાં થયાં હશે, પરિણામ સામે છે.જો આપણે હદમાં રહીશું તો જ ઇકોલોજી સચવાશે.
નવસારી – ઈન્તેખાબ અનસારી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ડોક્ટર ઓછા હશે તો ચાલશે
કોઈપણ પ્રવૃતિને રોકવા માટે સરકાર કાયદા બનાવી દે અને સમિતિની રચના કરે એટલા માત્રથી કોઈનો એકનો એક દીકરો જે ડોક્ટર બનવા જઈ રહ્યા છે, તેને સિનિયર ડોકટરો દ્વારા “રેગિંગ” કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવે તે પાછો મેળવી શકવાના છે.? તાજેતરમાં દરેક મેડિકલ કોલેજમાં બનતી “રેગિંગ”ની ઘટનાને રોકવા માટેનો બસ એક ઉપાય છે, પહેલાના સમયમાં શાળા કક્ષાએ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની કોઈ અપકૃત્ય કરતા તો “લિવિંગ સર્ટિફિકેટ”લાલ અક્ષર ના શેરા સાથે પકડાવી દેતા તેવી નીતિ અપનાવવી પડશે. આમ પણ આવી માનસિકતા ધરાવનારા ડોક્ટર બનીને સમાજને શુ સંદેશ આપવાના. ડોક્ટર ઓછા હશે તો ચાલશે પણ “ફૂલ ખીલી ઊઠે તે પેહલા કરમાય જાય એ દેશને અને સમાજને પરવડે તેમ નથી “રેગિંગ”અંગે તારીખ ૧૮ નવેમ્બરનો તંત્રી લેખ ખૂબ જ સૂચક છે .
સુરત     –  ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top