વિદેશમાં વસતા ઘણાં ભારતીયોએ હમણાં થોડા સમયથી એમના ધાર્મિક તહેવારો જાહેરમાં ઉજવવાનું ચાલુ કર્યુ છે, જેની સામે જે તે દેશના મૂળ નિવાસીઓ ઉગ્ર પ્રતિભાવ આપતા દેખાઇ રહ્યા છે, ઇરાનથી આપણા દેશમાં આવી વસેલા પારસીઓ એનો ઉત્તમ દાખલો છે. જેમનો વહેવાર કે એમના ધાર્મિક તહેવાર આજદીન સુધીમાં કદી ચર્ચામાં આવ્યા નથી કે એમને કારણે કદી ફરિયાદ નથી થઇ. આ પરંતુ હાલ થોડા સમયથી વિકસિત દેશોમાં નોકરી-ધંધા માટે જતા બીનનિવાસી ભારતીયોએ એમની સંખ્યામાં વધારો થતા જે તે દેશના ઘણાં મૂળભુત નિવાસીઓની લાગણી દુભાય એ રીતે ધાર્મિક-સામાજિક કાર્યક્રમોનું જાહેરમાં આયોજન કરવા માંડ્યુ છે.
જે ત્યાંના બધા મૂળભુત નિવાસીઓને પસંદ નથી પડતુ, એ કારણે તેમજ સ્થાનિક નિવાસીઓના નોકરી-ધંધા પણ છીનવાઇ રહ્યા હોવાનું દેખાતા એના પ્રત્યાઘાત સ્વરૂપે યુ.એસ.એ. અને કેનેડાના સત્તાધારીઓએ એનો પ્રત્યાઘાત આપવાનુ ચાલુ કરી ઇમીગ્રન્ટ અંગેના કાયદાઓમાં સુધારા કરી ત્યાં વસતા બીનનિવાસી ભારતીયોની હકાલપટ્ટી કરવા વીઝાના નિયમો અને ચકાસણી વધુ કડક કરી નવા વિઝા આપવાનુ ઓછુ કર્યુ છે. આજ દેશોમાં ભારત સિવાય અન્ય દેશોના લોકો પણ રહે છે પરંતુ એમના પ્રત્યે સ્થાનિક લોકોનું વલણ એટલુ બદલાયુ દેખાતુ નથી. જે બતાવે છે કે ભારતીયો પ્રતિ જે નફરત પ્રદર્શિત થવા માંડી છે એ આજે નહીં તો કાલે ભારતીયો માટે સમસ્યા ઉગ્ર બનવાની શક્યતાને નકારી ન શકાય.
પાલ, સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.