Vadodara

સુખધામ રેસીડેન્સીના કૌભાંડી દર્પણ શાહ પર કોના ચાર હાથ?

વડોદરા: સામાન્ય ચોર, લુંટારૂં, અછોડાતોડો અને નજીવી કિંમતના દારૂ પકડીને કવોલિટી કેશની પ્રેસનોટમાં સારી કામગીરી બતાવનાર પાણીગેટ પોલીસને કરોડો રૂિપયાની છેતરપિંડી કરનાર સુખધામ રેસીડેન્સીના બિલ્ડર ટોળકી નજરે સુધ્ધા પડતી નથી. તે હકીકત જ આશ્ચર્ય ઉપજાવે છે. સત્વરે કડક ન્યાયિક કામગીરી માટે પંકાયેલા પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અિધકારીઓ સુધ્ધા દર્પણ શાહ આણિ મંડળીની શેહમાં પુરેપુરા દબાઈ ગયા સમય વ્યતિત કરે છે.

તો બીજી તરફ અરજદારોને ટુકડે ટુકડે નાણાં ચૂકવીને કરોડો કૌભાંડ પર પડદો પાડી દેવા બિલ્ડર અને તેના ભાગીદારો પ્રયાસ આદર્યા હોવાનંું જાણવા મળ્યું હતું. અઢળક ધનવૈભવમાં આળોટતા સુખધામ પ્રોજેકટના માલેતુજાર બિલ્ડર અને તેના ભાગીદારો તેમના જ નિર્દોષ ગ્રાહકોને ચૂસવામાં પાછીપાની કરતા નથી. ઠગ ટોળકીનો ભોગ બનેલા ગ્રાહકોએ વીણી વીણીને અગણિત પુરાવા પોલીસ વિભાગને અરજી સાથે પુરા પાડયા છે છતાં પોલીસ આરોપીઓની ખુલ્લી તરફેણ કરતી હોય તેમ તપાસ ચાલુ છે નો જવાબ આપીને અરજદારોને કોણીએ ગોળ ચોપડી આપે છે.

 એકબાજુ બિલ્ડર ટોળકી લાખો રૂિપયાનો ચૂનો ચોપડે તેનો ન્યાય મેળવવા નિર્દોષો પોલીસનો સહારો માંગે તો ત્યાં પણ તેમને ન્યાયના બદલે ધરમધક્કા જ ખાવા મળે તો જાે તો જાયે કહાં જેવી સ્થિતિ વચ્ચે િપસાઈ રહયો છે. જયારે પણ ઉચ્ચ અિધકારીઓ પાસે દર્પણ ટોળકીની અરજી સંદર્ભે પુછતાછ કરીએ એટલે તુરંત ખો ખો ની રમત રમાતી હોય તે રીતે અન્ય અિધકારીઓને મળી લેવા તાકીદ કરીને રીતસર છટકબારી શોધે છે.

એક પણ સક્ષમ અિધકારી ન્યાયિક તો શું ઉપર છલ્લો સચોટ જવાબ આપવા પણ તૈયાર નથી તે જોતા જ પ્રજાનો પોલીસ પરથી વિશ્વાસ જ ઉડી જાય તેવી સ્થિતિ નિર્માણ પામતી જાય છે. પોલીસની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીના કારણે હવે તો અરજદારોમાં પણ ઉકળતા ચરૂ જેવી સ્ફોટક પરિસ્થિતિ સર્જાતી જાય છે. હવે તો ટુંક સમયમાં જ કોર્ટ રાહે ન્યાય મેળવવાની પ્ુરી તૈયારીઓ આદરાઈ હોય તેવું અનેક અરજદારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું.

પોલીસ કેસ પાછો ખેંચવા અેગ્રીમેન્ટ બાદ ડુપ્લેકસના બદલે દુકાનનો દસ્તાવેજ કર્યો

ત્રણ વર્ષ પૂર્વે સુખધામ રેસીડેન્સીમાં 65 લાખમાં ડુપ્લેકસ બુક કરાવનાર ગ્રાહકે 18 લાખ ટોકનપેટે ચૂકવ્યા હતા. લાંબા અરસા સુધી ડુપ્લેકસ તો ના મળ્યું પરંતુ વારંવાર દર્પણ શાહ અને તેના ભાગીદારો સમક્ષ હૈયાવરાળ ઠાલવ્યા બાદ પોલીસમાં અરજી કરી હતી. જેના પરિણામે ડુપ્લેકસના બદલે દુકાનનો દસ્તાવેજ થોડા સમય પૂર્વે કરી આપ્યો તે પણ કેસ અને અરજીઓ પરત ખેંચી લેવાના એગ્રીમેન્ટ કરાવ્યા બાદ ભેજાબાજ ટોળકી ગ્રાહકોને હેરાન પરેશાન કરવાની તક ચૂકતી  જ નથી.

Most Popular

To Top