Entertainment

હુમા એ છેલ્લે કોને‘I love you’ કહ્યું હતું?

બોલિવૂડની જાનદાર અભિનેત્રી હુમા કુરેશી પોતાની મરજીની માલિક છે. પોતાના અભિનયથી ભલભલા એક્ટરોને ઝાંખા પડતી હુમા આ વિકમાં મલિક ફિલ્મમાં આવી રહી છે પણ જેટલી પરદા પર જોવી ગમે રિયલ લાઈફમાં હુમા એવી જ મનમોજી છે. તેવું તેની નજીકના લોકો કહે છે. આ એવી જ વાતચીતમાં હુમાને વધારે નજીકથી જાણીયે.
સવારે ઉઠીને સૌથી પહેલા શું કરવું ગમે છે?
કોફી અને ફોન ચેક કરવો.
જો એક દિવસ માટે કોઈ સેલિબ્રિટી બની શકે તો કોણ હશે?
રિહાના – એ તો ટોટલ બોસ લેડી છે.

તારી સૌથી ફેવરિટ ફિલ્મ, જેમાં તું નથી!
મુગલ-એ-આઝમ, ઓલ ટાઈમ ક્લાસિક છે યાર…
એ ડીશ જેને તું ક્યારેય ના નહીં કહે?
બટર ચિકન અને નાન.

 • કોઈ સિક્રેટ ટેલેન્ટ કે જે કોઈને ખબર નથી?
હું ઘણી સારી મિમિક્રી કરી શકું છું, સ્પેશ્યલી ડિરેક્ટર્સની.
તને હવે કોઈ પ્રપોઝ કરે તો શું કહીશ?
એ તેના પર નક્કી કરે છે કે કોણ પ્રપોઝ કરી રહ્યું છે.

લાઈફમાં સૌથી ક્રેઝી ફેન મોમેન્ટ?
હું જ્યાં શૂટ કરતી હતી ત્યાં એક ફેન સતત ત્રણ દિવસ સુધી બેઠો રહ્યો!
તારો સેલેબ્રિટી ક્રશ?
કહું? રણબીર કપૂર.

સાઉથ કે બોલિવૂડ – કયું વધુ ચેલેંજિંગ લાગ્યું?
સાઉથમાં ખૂબ ડેડિકેશન છે, પણ બોલિવૂડ મારુ હોમ ગ્રાઉન્ડ છે.
વેકેશનમાં તું ક્યાં ભાગી જવા ઇચ્છે છે?
મને હમણાં ને હમણાં કોઈ ઇટલી મોકલી આપો!

છેલ્લે કોને ‘I Love You’ કહ્યું હતું?
મારા પપ્પાને.
જો તું એક્ટર નહીં હોતે તો શું બનતે ?
જો એક્ટર નહીં હોત તો ચોક્કસ રાઇટર કે શેફ બની હોતે. •

Most Popular

To Top