Charchapatra

કોણ સમજશે?

આજે દુનિયાભરમાં યુદ્ધ જેવી સ્થિતિ છે, યુદ્ધ તેલ, ગેસ માટે છે, તેથી આજના સમયમાં બચત સૌથી મહત્વપૂર્ણ છે. ટ્રાફિક નિયમો મહત્વપૂર્ણ છે, પણ હું ઘણા સમયથી જોઈ રહ્યો હતો કે રાત્રે ૧૧ વાગ્યા, કોઈ ટ્રીફિક નથી તેવા સ્થાનો એ પણ સિગ્નલ લાઈટ ચાલુ છે, ફક્ત એક કે બે લોકો જ તેના વાહનનું ઇંધણ બગાડે છે, તેવી જ રીતે બપોર મોટાભાગની જગ્યાએ ટ્રાફિક નથી તેવા સ્થાનો એ પણ સિગ્નલ લાઈટ ચાલુ છે, કાયદો મહત્વપૂર્ણ છે, પરંતુ પરિસ્થિતિ કાયદા કરતાં વધુ મહત્વપૂર્ણ છે, સમજદાર લોકોએ પહેલ કરવાની જરૂર છે, કાયદાથી શરૂઆત થાય છે, પણ તે ગમે તે રીતે ચાલુ રહે છે, તે દરેક વખતે શક્ય નથી, આપણે પરિસ્થિતિ અનુસાર બદલાવ કરવો પડશે, આપણે વિકાસશીલ દેશો પાસેથી શીખવુ પઙશે,ભણતર કરતા ગણતર પણ હોવુ જોઈએ, કોણ પહેલ કરશે ? કોણ સમજશે ?
અડાજણ, સુરત – જિજ્ઞેશ બક્ષીઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લોન કે ન લો ???
નાણા લોન એક એવું બ્રહ્માસ્ત્ર છે કે જેના થી તમે લાંબો કૂદકો લગાવી શકો છો..પણ જો ગણતરી ખોટી પડીતો ગયા જ સમજો..લોન લેવા માટે ખરેખર ગણતરી પૂર્વક નું આયોજન ખુબજ જરૂરી.લોન નો ઉપયોગ ધંધા રોજગાર માં કરો તો ખુબજ ઉત્તમ પણ મોજ શોખ માટે કર્યો તો ખાડો j પડવાનો.. અને એ ખાડો પૂરતા લોકો ની આખી જિંદગી પૂરી થઈ જાય.પેહલા જ્યારે ૧૮ થી ૩૬% સુધી વ્યાજદર હતો અને આજે ૭ થી ૧૨% વ્યાજદર che.. જે ખુબજ ઓછો છે.  આજ ના હોશિયાર માણસો પોતાના રૂપિયા ઇન્વેસ્ટ કરી ને લોન લઈ ને ધંધો કરે છે.. ૭ થી ૧૨ % સામે ૧૫ થી ૩૫% નો ફાયદો ઉઠાવે છે..વધુ બીજી વખત
ઠાકોર પાર્ક અલથાણ – તેજસ જરીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top