બળાત્કાર એક એવી ઘટના જેમાં સ્ત્રીઓનું માનસિક તેમજ શારીરિક શોષણ હોય છે જે વર્ષોથી ચાલતો આવ્યો છે. વાસનાથી ગ્રસિત પુરૂષ કયારે પોતાનો શિકાર બનાવશે? આ એક ડર દરેક પરિવારને પીડા કરે છે. એવું નથી કે ભારતમાં જ ઘટના બને છે. કોઇક દેશ બીજા દુશ્મન દેશ પર વિજય પ્રાપ્ત કરે તો પરાજીત દેશમાં સ્ત્રીઓનું શોષણ બળાત્કારથી કરવામાં આવે છે.
ઉદાહરણ બીજા વિશ્વયુધ્ધમાં જર્મનીની હાર પછી રશિયા સૈન્યએ જર્મનીમાં 30 લાખતી વધારે સ્ત્રીઓના બળાત્કાર કર્યા હતા. બાંગ્લાદેશમાં પણ 1971માં લડાઇ દરમ્યાન પાકિસ્તાની સૈનિકો ઢાકા અને બીજા શહેરોમાં લાખો સ્ત્રીઓનાં બળાત્કાર કર્યા હતા.
રાજનીતિક પક્ષો બળાત્કારની ઘટનામાં પણ પોતાના પક્ષ કે નેતાને મજબુત કરવા દુરૂપયોગ કરતા દેખાય છે. જે ખુબ જ નીંદનીય છે તેનો બહિસ્કાર થવો જોઇએ. આ સામાજીક દૂષણને કેવળ ને કેવળ સ્ત્રીઓ સંગઠીત થઇ તેનો સામે સ્વાર્થ વગર સતત ઝઝૂમવું પડશે. એક બીજાના સહારા બની દોષિતને કાનૂની માર્ગે સજા અપાવી અપરાધીઓના મનમાં ધાક બેસાડવો પડશે. ન્યાય માટે આંદોલન કરતા રહેવું પડશે.
કોસંબા – રાજેશ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.