આપણે ત્યાં આપણી બહુ કમનસીબી રહી છે કે આપણા યુવાધનને પૂરતી મોકળાશ અને તકો આપી શકતા નથી. સારા અને સસ્તા અભ્યાસ માટે ભારત છોડી વિદેશની વાટ પકડે છે. કેનેડા અમેરિકા ફ્રાન્સ યુ.કે. સહિત ના દેશોમાં આપણા હોનહાર તેજસ્વી યુવાનો અભ્યાસ માટે જાય છે. અભ્યાસ પુરો કર્યા પછી પણ ભારત પાછા ફરતા નથી. અહીં આપણે યુવાધનને સારી નોકરી સારો પગાર બધી સુવિધાઓ આપી શકતા નથી એ એક હકીકત છે. અહીં જે યુવાનો અભ્યાસ કરે છે તેમને પણ આપણે સાચવી શકતા નથી. તેથી આપણા યુવાનો ઇઝી મનીના ચક્કરમાં ગેરકાનૂની કામો કરે છે.
વિદેશથી સોનું લાવી અહીં એજન્ટોને સોનુ આપી દેવાનું હોય છે વિદેશમાં રહેવા ખાવાપીવા અને ટિકિટ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. એક ટ્રીપના ૨૫/૩૦ હજાર રૂપિયા કમિશન મળે છે તેથી આપણા શિક્ષિત યુવાનો આ ગેરકાયદેસર કામ કરે છે. હવે આમાં હમણાં સુધી ગોલ્ડ લાવવાની વાતો હતી પણ હવે આ આપણા શિક્ષિત યુવાનો સોનાની જગ્યા પર ડ્રગ્સ લાવતા થયા છે જે ખૂબ જ ખતરનાક કહી શકાય. વધારે કમિશનની લાલચમાં આ યુવાનો આપણા ભારતમાં રહેતા યુવાધનને પણ ડ્રગ્સની લત આદત પાડે છે. યુવાનો પોતાનું તેજ-શક્તિ-સામર્થ્ય ગુમાવી રહ્યા છે. આપણે ચુપચાપ બેસી તમાશો જોઈ રહ્યા છે એ વધારે ગંભીર બાબત છે.
આંબાવાડી, સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.