જેવી રેડિયાની સ્વીચ ઓન કરીએ કે, ઘણાંક… આકાશવાણીનું અમદાવાદ, સમાચાર, નરેન્દ્ર મોદી આજે જવા રવાના થશે. વગેરે સાંભળવા મળે. થોડા સમય પછી, થોડો સમય ગીત-સંગીત વાગે અને અચાનક જ ફરી સમાચાર શરૂ, પેલું અડધું ગીત બંધ ન કોઇ સમાચાર રજૂ કરવાની જાહેરાત… આ સીલસીલો આખો દિવસ-રાત ચાલુ જ રહે છે. અરે, ભાઈ રેડિયો લાખો સંગીતપ્રેમીઓ માટેનું સરળ અને સસ્તું સાધન છે. સરસ મઝાનાં ફિલ્મી ગીતો, વાતો, સંગીતના કાર્યક્રમો આ તણાવભરી જિંદગીમાં કેવી રાહત આપે છે. મન ઝૂમી ઊઠે અને તન ડોલી ઊઠે ત્યારે જ, વિલન જેવા સમાચાર ટપકી પડે, પણ બિચારું આકાશવાણી પણ શું કરે?
ઉપરથી ઓર્ડર હોય તેનો અમલ કર્યે જ છૂટકો, એવું જ પ્રજાનું સમજવું, એની વાત કોણ સમજે? સાંભળે? અને અમલમાં આવતાં આવે. યાદ છે, ઇન્દિરાએ કિશોરકુમારના કેવા હાલ કર્યા હતા તે? પાવર આગળ પ્રજા લાચાર. રોજ સવારે સવારે સમાચાર માટે છાપું તો હાજર જ હોય છે. વળી આકાશવાણી જણાવે તે ‘હેન્ડલ’ પણ ઉપલબ્ધ હોય છે. થોડા થોડા સમયે નવા નવા સમાચારો કયાંથી લાવવા? માટે પુનરાવર્તન થતું રહે. વળી, ગુજરાતી આકાશવાણી ઉપર હિન્દી, અંગ્રેજી અને બીજી પ્રાદેશિક ભાષાના સમાચારો તો ખરા જ! બિચારો શ્રોતા ફિલ્મી સંગીત માટે નછૂટકે, સમાચારો સાંભળતો રહે. કયારે આ કંટાળાજનક વાતો પૂરી થાય તેની રાહ જોતો રહે.
સુરત – ઇશ્વર સી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.