ચૂંટણી વખતે શિક્ષકોને યાદ કરવાની એક આગવી રીત છે. દેશમાં શિક્ષકોની શી હાલત છે, શિક્ષકોને શું પગાર મળે છે અને તે તેના ખર્ચને યોગ્ય છે કે નહીં, તે જોવાની આઝાદી પછીની કોઈ પણ સરકારે દરકાર લીધી નથી. ભાજપ સરકારે કાંઈ મોડે મોડે શિક્ષક અને ખેડૂતને યાદ કર્યા. એને માટેનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફાળે જાય છે. નથી ગૃહપ્રધાને યાદ કર્યા કે નથી શિક્ષણમંત્રીએ. ચૂંટણીઓ આવે એટલે પ્રથમ શિક્ષક યાદ આવે. મફતિયા કામગીરી કરવા કોણ આવે. શિક્ષકોને પણ ચૂંટણીમાં ફરજ બજાવવાનું અલગ મહેનતાણું મળતું નથી. ભારત સિવાય દુનિયાનો કોઈ પણ દેશ શિક્ષકો પાસે કામગીરી લેતો નથી. પગારદાર અમલદારો પાસે ચૂંટણી સંબંધી કાર્યો કરાવે છે. વિદેશોમાં શિક્ષકોને માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. જ્યારે ભારતમાં શિક્ષકોને તુચ્છ દૃષ્ટિથી જોવામાં આવે છે. ભારત દેશમાં શિક્ષકો માટે હલકામાં હલકી વાત છે અને તે કહેવાય છે કે ‘જે કાંઈ કરી શકતો નથી તે શિક્ષક બને છે. ખરેખર તો યુવાનોનાં શિક્ષણ અને ચારિત્ર્યનું ઘડતર શિક્ષક જ કરે છે. આઝાદી મેળવવાની ચળવળમાં પણ શિક્ષકોએ જ અગ્રગણ્ય ભાગ ભજવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ શિક્ષકોને ખૂબ માનની દૃષ્ટિથી જોતા હતા. ગાંધીજી પણ શિક્ષકને ખૂબ માન આપતા હતા. ભાજપ જો હજી આવતી 2024 ની ટર્મમાં ટકી જાય અને સત્તા પર રહે તો કદાચ શિક્ષકની સ્થિતિમાં ઘણો બધો સુધારો આવી શકે! હાલમાં તો શિક્ષકોની સ્થિતિ ખૂબ જ નબળી છે. આશા છે ભાજપ સરકાર સુધારો લાવે!
પોંડીચેરી. -ડૉ.કે.ટી.સોની- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દાદીમાના નુસખા
વર્ષોથી દક્ષિણ ગુજરાતના જાણીતા દૈનિક ‘ગુજરાતમિત્ર’માં ઉપરોકત શીર્ષક હેઠળ અવનવા પ્રયોગો તુંદરસ્તી અંગે પ્રગટ થાય છે. નાનકડી કોલમ પરંતુ વિરાટ જ્ઞાન પીરસે. બાળપણમાં કિશોરાવસ્થામાં તાવ આવે ત્યારે ઘરગથ્થુ ઉપાય તરીકે કડુ-કરિયાણાનો ઉકાળો ઔષધ તરીકે પીવડાવવામાં આવતો હોવાનું યાદ છે. તાજેતરમાં એક શહેરની એક દિવસ માટે મુલાકાત લીધી. સવારના પ્હોરમાં લટાર મારતાં એક અનોખું દૃશ્ય નજરે ચઢયું. ઘણાં સાર્વજનિક સ્થળોએ મોટી પવાલી ભરી પરબ જોઇ. પાણી નહિ. કડુ-કરિયાણાના ઉકાળાની હાલ ચાના ગ્લાસ જેટલી પ્યાલીમાં સૌને ઉકાળો નિયમિત પીનારા પણ ખરા, કોઇ કિંમત નહિ ઘરડો કડવો પરંતુ બાળકો, મોર્નીંગ વોક જનારા, યુવાવર્ગ, વયસ્કો બધા જ લાભ ઉઠાવે. તે પણ નિયમિત. કેટલીક જગ્યાએ કોલોની બનાવનાર કોન્ટ્રાકટર પણ ખર્ચા ઉઠાવે. આ પણ દાદીમાનો નુસખો જ કહેવાય ને!
સુરત – કુમુદભાઇ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.