Charchapatra

આ અવાજ કોણ સાંભળશે?

એક સમય એવો હતો જ્યારે કોઇની પાસે આધુનિક ઘડિયાળ ન હતી એટલે નમાઝ અદા કરવા માટે સૌ પ્રથમ 1936 માં લાઉડ સ્પીકર દ્વારા અજાન પોકારી મુસ્લિમોને નમાઝ માટે સમયની જાણ કરવાની શરૂઆત થઇ! પણ આજે પરિસ્થિતિ અલગ છે તો અઝાન લાઉડ સ્પીકર પર કેમ બંધ કરીને શા માટે આમ પ્રજાની મનોદશા ન સમજવી જોઇએ? અઝાનની દેખાદેખીમાં હિન્દુઓએ કેટલાક વિસ્તારોમાં રોજ સવારમાં હનુમાન ચાલીસા લાઉડ સ્પીકર પર વગાડતા થઈ ગયા બેથી ત્રણ કલાક માથું દુ:ખવતાં ગોઘાંટનો વિરોધ કરો તો નાસ્તિક, મુસલમાન, દેશ દ્રોહી કે પાકિસ્તાન ચાલ્યા જાવ અને નેતાઓનાં હાથની કઠપૂતળી, હપ્તા લેવામાં અને ગાડી ઉઠાવવામાં નંબર એક પોલીસને ફોન કરો તો તમારી પુરી વિગત માંગે જે વિગતો બહાર આવે તો હિંદુત્વની દલાલ સંસ્થાઓ અને ભાજપ સાથે સીધે-સીધી દુશ્મની!

આમ પણ લગ્ને-લગ્ને કુંવારા એવા હિંદુઓ પૂજામાં, લગ્નમાં, ડિસ્કોમાં, હવનમાં, ધાર્મિક વિધિઓમાં, સઘસમાં, પ્રચારમાં, કથામાં દિવસો સુધી માથું ફાડી નાંખે એવું લાઉડ સ્પીકર વગાડનારા ટનાટન ધર્મના લુખ્ખાઓ વિદેશમાં જાય તો જખમારીને ત્યાના નિયમોનું પાલન કરે છે પરંતુ દેશમાં મતબેંકોના પાપે ધર્મના નામે ધતિંગો કરે છે. ધ્વનિ માટે ન્યૂનતમ દેશીમલ નક્કી કરવા પડે અને આ કાયદાનો અમલ કરાવવાની જવાબદારી પોલીસ ખાતાની છે. શહેરમાં ફરતી પી.સી.આર. વાનને આ જાહેરમાં થતો ગુનો નથી દેખાતો ? કાયદાના રખેવાળ જ જો નેતાઓના ઇશારે ધૃતરાષ્ટ્ર બનીને ‘આંખ આડા કાન કરશે’, તો આમ પ્રજાનો આ અવાજ કોણ સાંભરશે ??
સુરત     – કિરણ સૂર્યાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કઠોરના રસ્તા કયારે સુધારશો?
કઠોર ગામ જે માર્ગ બિસ્માર થયો છે. કઠોર-આંબોલીને જોડતી માર્ગ તે કયારે બનશે ? હજ્જારો વાહનો (ભારેખમ) રોજીંદા પસાર થાય છે રાત-દિવસ ફકત રબર-મેટલ નાંખીને આશ્વાસન આપે તે પૂરતુ નથી. પાકો ડામર રોડ જોઇએ. આંબોલીથી એસ્સાર પંપ સુધી પણ એજ હાલત છે. ગામનાં રહીશો પણ અવાજ ઉઠાવતા નથી હવે તો કઠોર ગામ સુરત મ્યુનિસિપાલિટીમાં ગણાય છે.
કઠોર     – પઠાણ ઇમરાન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top