ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election 2022)માં ભાજપ (BJP) નો વિક્રમી વિજય (Win) થયો છે. તમામ રેકોર્ડ તોડી ભાજપે 156 સીટ પર ભગવો લહેરાવ્યો હતો. જ્યારે કોંગ્રેસ (Congress) અને આપ (AAP) પાર્ટીના સુપડા સાફ થઇ ગયા હતા. આટલી મોટી જીત બાદ હવે ગુજરાત (Gujarat) માં નવી સરકાર (Government) રચવાની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. જે માટે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) રાજીનામું (Resignation) આપી દીધું હતું. તેમજ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રીને શપથવિધિમાં કયા કયા મંત્રીઓને સામેલ કરવાના છે તે અંગેની દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના આઠ જેટલા સંસદો તેમજ ગુજરાત પ્રભારી મંત્રી આજે સવારથી મિટિંગ શરૂ થઈ ગઈ છે જેમાં અલગ અલગ જાતિવાદને સાથે સમાજમાં પ્રભુત્વ ધરાવતા ધારાસભ્યને મંત્રી બનાવે એવી સંભાવના હાલમાં વ્યક્ત કરવામાં આવી છે તે માટેના સંભવિત નામો પણ ગાંધીનગરના સચિવાલયમાં ચર્ચા વિચારણા શરૂ થઈ ગઈ છે.
- સોમવારે યોજાશે શપથ વિધિ, મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ દિલ્હી જાય તેવી સંભાવના
- નવી સરકારમાં યુવા-પીઢ-નવા અને મહિલા ચહેરાનો સમન્વય કરવાનાં સંકેત
8 ડિસેમ્બરે ભાજપની સૌથી મોટી જીતના રેકોર્ડ સાથે ગુજરાતની ગાદી પર ફરીથી ભાજપને બેસાડી દેવામાં આવ્યા છે. ત્યારે હવે મંત્રી પદ માટે મોવડી મંડળનું મંથન શરુ થઇ ગયું છે. ભાજપ દ્વારા અલગ અલગ જ્ઞાતિવાદ અને પ્રભુત્વ ધરાવતા વ્યક્તિઓને મંત્રીમંડળમાં સામેલ કરવા માટેની ચર્ચા વિચારણા શુક્રવારે સવારે દિલ્લી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અધ્યક્ષતામાં ગૃહ મંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના આઠ જેટલા સંસદ સાથે ગુજરાતના પ્રભારી મંત્રી રવિશંકર પ્રસાદની એક અત્યંત અગત્યની મીટીંગ મંત્રીના પસંદગીના માટેની શરૂ કરવામાં આવી છે અને આજ સાંજ સુધી મંત્રીમંડળમાં કોને કોને સમાવેશ કરવાના છે તે માટેની પણ તૈયારીઓ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે.
મંત્રીમંડળમાં સમાવેશ થનાર મંત્રીઓને ગાંધીનગર રોકાવાનો આદેશ
ભુપેન્દ્ર પટેલની સરકારમાં અમુક મંત્રીઓને પડતા મુકાઈ તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે વિજય રૂપાણી સરકારના પણ અમુક મંત્રીઓનો નવી સરકારમાં સમાવેશ થાય તેવા પણ સંભાવના દેખાઈ રહી છે. મંત્રીમંડળમાં કોને કોને સમાવેશ કરવામાં આવ્યો છે એ સંદર્ભને અત્યારે ગુપ્ત રીતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને મંત્રીમંડળમાં સમાવેશ થાય તે માટેના તમામ ભાજપના જીતેલા ધારાસભ્ય સભ્યોને ગાંધીનગર ખાતે રોકાવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
નવી સરકારમાં કોને કોને મંત્રી પદ ? આ નામો વહેતા થયા
નવી સરકારમાં કોને કોને મંત્રી પદ મળશે તે અંગે નામો પણ વહેતા થયા છે. જેમાં અમદાવાદમાંથી સીએમ ઉપરાંત વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા અને નવા ચહેરા તરીકે અમિત શાહનાં નામોની ચર્ચા થઇ રહી છે. સુરતમાંથી હર્ષ સંઘવી ઉપરાંત પુર્ણેશ મોદી અને એક નવા ચહેરાને તક આપવા આવે તેવા ચર્ચાઓ ચાલી રહી છે. આદિવાસી ક્ષેત્રમાંથી જાયન્ટ કીલર બનેલા યુવા નેતા રિતેશ વસાવાનો સમાવેશ શકય છે. આ ઉપરાંત વડોદરામાંથી વર્તમાન મંત્રી મનીષાબેન વકીલ ઉપરાંત નવા ચહેરા તરીકે બાલકૃષ્ણ શુક્લના નામ ચર્ચામાં છે. થરાદમાંથી ચૂંઢાયેલા શંકર ચૌધરી, ગાંધીનગર દક્ષિણતા અલ્પેશ ઠાકોર, સિધ્ધપુરમાંથી ચૂંટાયેલા બળવંતસિંહ રાજપુત અને મહેસાણા જિલ્લામાંથી મુકેશ પટેલને મંત્રીની જવાબદારી સોંપાય તેવા સંકેત છે. તો સૌરાષ્ટ્રમાંથી ડો. દર્શિતા શાહ, કુંવરજીભાઈ બાવળીયા, જયેશ રાદડીયા, કોશિક વેકરીયા, જીતુ વાઘાણી, શંભુપ્રસાદ હૂંડીયા, જીતુ સોમાણી, ડો. પ્રદ્યુમન વાજા, કચ્છમાંથી માલતીબેન મહેશ્વરી, સુરેન્દ્રનગર જિલ્લામાં કિરીટસિંહ રાણા અથવા નવા ચહેરા, જામનગરમાં રાઘવજી પટેલ, ખંભાળીયાના મુળુ બેરાતા નામ ચર્ચામાં છે.
રવિવારે જ નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવા સંભાવના: ભવ્ય સ્વાગતની તૈયારી
ગુજરાતના ભાજપના ભવ્ય વિજયને વધાવવા તેમજ નવા મંત્રી મંડળની શપથવિધિમાં હાજર રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર આવે તે સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે તૈયારી થઇ ગઇ છે. પી.એમ મોદી અમદાવાદમાં એક જંગી વિજય આભાર સભાને સંબોધન કરશે. ભાજપના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ, પી.એમ મોદી 11 તારીખે અમદાવાદ આવી પહોંચશે અને એરપોર્ટથી સભા સ્થળ સુધી ભવ્સ્વાય ગત અને રોડ-શો અને બાદમાં જંગી જાહેરસભાનું આયોજન કરાશે. તે માટે સમગ્ર અમદાવાદ શણગારાશે તેમજ રાજ્યભરમાં ભાજપ દ્વારા રવિવારે સાંજે વિજય આભાર સભાનું પણ આયોજન કરાઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાનના સંબોધનનું લાઈવ પ્રસારણ થશે.