Charchapatra

ક્રેડિટ કાર્ડ સારા કે ખરાબ એ કોણ નક્કી કરશે?

હાલમાં બજારમાં તહેવારોની સિઝન ચાલી રહી છે છતાં બજારમાં જોઇએ એટલી ઘરાકી નથી. લોકો જે કમાઇ લે છે એનાથી બમણો ખર્ચ દર મહિને આવે છે. આવક અને જાવકના બે છેડા ભેગા થતા નથી. લોકો બે છેડા ભેગા કરવા લોન લે છે, ક્રેડિટ કાર્ડ 91, 151, 350 દિવસમાં ચુકવણી કરી શકાય છે પણ આટલા સમયગાળામાં પણ ચૂકવણી સમયસર થતી નથી. માર્ચ 2025માં આ નહીં ચૂકવાયેલી રકમ વધીને 33,886 કરોડ રૂપિયા થઇ છે જે માર્ચ 2024માં 23,475 કરોડ હતી અને આ રકમ વધતી જ જાય છે.

આ એ બાકી રકમ છે જે 3 મહિનાથી વધુ સમયથી ચૂકવી શકયા નથી. બેંકીંગ મર્યાદામાં અને ખરાબ દેવુ ગણવામાં આવે છે. લોકો લોન પર જ જીવે છે. આ આંકડા માત્ર લોન પરની નિર્ભરતા જ નહીં પરંતુ સમયસર ચુકવણી કરવામાં આવતી જતી અસમર્થન બતાવે છે ક્રેડિટ કાર્ડ વાપરી તો દે છે પણ પેમેન્ટ કહી શકાતુ નથી. આપણે એ સમજી લેવુ જોઇએ કે કાર્ડ વાપરવું જેટલુ સહેલુ છે એટલું સહેલું બિલ ચુકવવું નથી.
આંબાવાડી, સુરત-  અબ્બાસભાઇ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top