મોંઘવારી કુદકે ને ભુસકે વધી રહી છે. ક્યારેક પેટ્રોલ ડીઝલના ભાવોમાં રાતોરાત ભાવો વધી જાય છે. ક્યારેક ગેસનો બાટલો ક્યાય બારસો પર પહોંચી ના જાય એની બીક લાગે છે. કયારેક લીબું 350 રૂપિયા કિલો થઈ જાય છે. તો ક્યારેક ટામેટા 160 રુપયે કિલો થઈ જાય છે. ક્યારેક દૂધની થેલીનો ભાવ 2 રૂપિયા વધી જાય છે તો ક્યારેક ખાધતેલ સળગે છે. ક્યારેક આદુ મરચા છલાંગ લગાવે છે હવે કાંદા તમારા ખિસ્સા હળવા કરશે. ક્યારેક કેબલ ટી. વી ક્યારેક વીજળી બિલકુલ ક્યાય ગેસબીલ ક્યારેક સ્કૂલ ફી ક્યારે સ્કૂલવાન ફી ક્યારેક ચોપડા નોટબુકો પાઠ્યપુસ્તકો ક્યારેક યુનિફોર્મ ક્યારેક સ્ટેશનરી ક્યારેક બુટના ભાવો વધી જાય છે.
કઠોળ શાકભાજીઓના ભાવમાં તો કોઈ અંકુશ આજે વરસોથી નથી કોઈ ધારાધોરણ જ નથી કઠોળમાં 20 ટકા ભાવો વધી ગયા છે. શાસકોને સચિવાલયમાં બેસવા કરતા ભરતીયોની જીવન શેલી પર નજર નાખી યોજના બનાવવાની જરૂર છે આયોજન કરવાની જરૂર છે. ખાલી દેખાડો કરવા વટ મારવા મધ્યમવર્ગીય પરિવારો હવે પોતાના જ પગો પર હાથે રહીને કુહાડો મારી રહ્યા છે ખુદ જ જાણીજોઈને ઘાયલ થઈ રહ્યા છે સામે ચાલીને તકલીફો મુસીબતોને આમંત્રણ આપી રહ્યા છે. હવે તો બનાવતી વાહ વાહ કરવા ખોટી પ્રતિષ્ઠા મેળવવા જાણીજોઈને આંખો બઁધ કરી દેવામાં આવે છે. ચારેબાજુ વાહ વાહ કરાવવાની હોડ ચાલુ છે આમાં ઘરનો મોભી બિચારો શિયાવિયા થઈ જાય છે કારણકે પોતાની પરિવારની આવક વધારવાનો કોઈ ઉપાય દેખાતો નથી અને જાવક અને ખર્ચમાં બેફામ વધારો થતો જાય છે.
તમને ખબર છે જાણીને નવાઈ લાગશે કે આ વિદેશી કંપનીઓ આપણને પાગલ ગણે છે આ લોકોનું માનવું છે કે ભરતીયોને ખરીદી કરતા આવડતું નથી આડેધડ બિનજરૂરી ખરીદી કરી લે છે. એક પળનો પણ વિચાર કરતા નથી એક સેકંડનો પણ વિચાર કરતા નથી આ વસ્તુની આપણને જરૂર છે કે નહીં. આપણી પાસે ખરીદી કરવા પૂરતા રૂપિયા છે કે નહીં? આ ખરીદી આપણું માસીક બજેટ ખોરવી તો નહીં નાખે ને? આપણા માથે દેવું તો વધી નહીં જાયને? આપણે આખો મહિનો ઘર ચલાવવામાં તકલીફો તો નહીં પડે ને? આવી રીતે ખરીદી થતી રહે છે ને મધ્યમવર્ગના માસીક બજેટ પર ભેખડો ધસતી રહે છે અને ઘરનો વડીલ ચુ કે ચા કર્યા વગર આ વજન પીઠ પર આજીવન ઉઠાવતો રહે છે. તમારી પાસે આનો કોઈ ઉકેલ છે ખરો?
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે