નવી દિલ્હી: છત્તીસગઢ (Chattishgadh) અને મધ્યપ્રદેશમાં (MadhyaPradesh) મુખ્યમંત્રી (ChiefMinister) પદ માટે જે નામો ચર્ચાતા હતા તેના બદલે ભાજપે (BJP) સ્કાયલેબ સર્જી રાજકીય નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મોટા ચહેરાઓને બાયપાસ કરી ભાજપે નવા ચહેરાઓને કમાન સોંપી છે.
છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈ (VishnudevSai) અને મધ્યપ્રદેશમાં ડો. મોહન યાદવને (Dr.MohanYadav) મુખ્યમંત્રી પદનો ભાર સોંપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે રાજસ્થાનમાં (Rajashthan) શું થશે? તેની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. નવા ચહેરા પર ભાજપ રાજસ્થાનમાં દાવ રમશે કે ફરી એકવાર વસુંધરા રાજેને (VasundharaRaje) અજમાવશે? આજે સસ્પેન્સ ખુલશે.
રાજસ્થાનમાં આજે ધારાસભ્યોની બેઠક છે. કેન્દ્રએ રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા છે. આ ત્રણેય નેતાઓ રાજસ્થાનમાં ભાજપના નવા ધારાસભ્યો પાસેથી મુખ્યમંત્રી ચહેરા અંગે સલાહ લેશે. આ પછી ભાજપ હાઈકમાન્ડની મંજૂરી બાદ આજે મંગળવારે સીએમ પદની જાહેરાત કરવામાં આવશે.
રાજસ્થાનમાં શું ભાજપ ફરી એકવાર વસુંધરાને મુખ્યમંત્રીની ગાદી સોંપશે? અથવા રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બની ગયેલા બાબા બાલકનાથને સત્તા સોંપવામાં આવશે કે પછી ગજેન્દ્ર શેખાવતને નવી જવાબદારી સોંપવામાં આવશે. તે હજુ નક્કી નથી. આ ઉપરાંત સીપી જોશી, દિયા કુમારી, રાજવર્ધન રાઠોડના નામ પણ રેસમાં છે.
પરંતુ જે રીતે ભાજપ હાઈકમાન્ડે એમપી અને છત્તીસગઢમાં નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે તે જોઈને રાજસ્થાનમાં ભાજપના તમામ 115 ધારાસભ્યોની આશા જાગી છે કે તેમના નામ પણ સીલબંધ પરબીડિયામાં સામેલ થઈ શકે છે.
જણાવી દઈએ કે, છત્તીસગઢ અને એમપીની જેમ ભાજપે રાજસ્થાનમાં પણ સીએમ ચહેરા વગર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીઓમાં પીએમ મોદીના ચહેરા પર ભાજપની જીત થઈ હતી. રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો પર થયેલા મતદાનમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. પાર્ટીએ 115 સીટો જીતી છે. તે જ સમયે, કોંગ્રેસને 69 બેઠકો મળી હતી.