Business

ભાગદોડ અને તેના પરિણામે નિર્દોષ લોકોનાં મોત માટે કોને જવાબદાર ઠેરવવામાં આવશે?

પ્રયાગરાજમાં યોજાઈ રહેલા પવિત્ર મહાકુંભમાં થયેલી નાસભાગ, જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા, તે દર્શાવે છે કે રાજકીયકરણ અને વીઆઈપી કલ્ચરે સાથે મળીને માનવમૂલ્યોનું અને માનવજીવનનું કેવી રીતે અવમૂલ્યન કર્યું છે. રાજકારણ અને વીઆઈપી કલ્ચરનું પાલન શા માટે? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે, લોકોની આસ્થાની કિંમતે રાજકારણ શા માટે અને ચૂંટણી રાજકારણ માટે ધર્મનો ઉપયોગ શા માટે?

આ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો જે દેશવાસીઓને પરેશાન કરી રહ્યા છે અને રાજકારણીઓ, ખાસ કરીને શાસક દળનાં લોકો, બીજી તરફ જોઈ રહ્યા છે, તે ઓછામાં ઓછા છેલ્લા એક દાયકાથી દેશમાં એક નવા રાજકીય કલ્ચરે જોર પકડવાની સાથે જવાબો માંગી રહ્યા છે. પરંતુ કોઈ જવાબો મળી રહ્યા નથી. શું મહાકુંભ દુર્ઘટના વીવીઆઈપી/વીઆઈપી કલ્ચરના ગુનેગારો, તમામ રાજકીય પક્ષો, નોકરશાહી અને લોકોના એક વિશેષાધિકૃત વર્ગને આવા કલ્ચરનાં પરિણામો અને ચૂંટણી હેતુઓ માટે ધર્મનો ઉપયોગ કરવા પર વિચાર કરવા દબાણ કરશે?

સામાન્ય રીતે દર ૧૨ વર્ષે મહાકુંભ થાય છે અને ૨૦૨૫ની ઘટના ખાસ કરીને દુર્લભ છે. કારણ કે, તે ૧૪૪ વર્ષ પછી થઈ રહી છે, જેમ ધાર્મિક પંડિતોએ જણાવ્યું છે, તે તેને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે સ્પષ્ટપણે પ્રયાગરાજમાં ઉમટી રહેલાં શ્રદ્ધાળુ લોકો માટે. લોકોને મતોની દૃષ્ટિએ જોનારાં લોકો આ તકને કેવી રીતે જતી કરે કે, તેઓ સંપૂર્ણ જાહેરમાં પવિત્ર સ્નાન ન કરે, ભલે પછી વ્યવસ્થાને બગાડવી પડે અને બદલામાં લોકોને મૃત્યુના મુખમાં ધકેલી દેવામાં આવે?

એ હકીકત છે કે આ મહાકુંભ શરૂઆતથી જ રાજકીયકરણની જાડી ચાદર હેઠળ રહ્યો છે. ડબલ-એન્જિન વ્યવસ્થા (ભાજપની કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારો) તેમના કટ્ટર હિન્દુત્વના એજન્ડા સાથે કાર્યક્રમના સંચાલનની દેખરેખ રાખે છે અને મુખ્ય પાત્રો કાં તો નવાં સીમાચિહ્નો સ્થાપિત (શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાની દૃષ્ટિએ) કરવાનું વિચારે છે અથવા લોકોની સલામતી અને સુરક્ષાને અવગણીને તેમની રાજકીય કારકિર્દીને પવિત્ર કાર્યક્રમ સાથે જોડી રહ્યા છે. આ દુ:ખદ પરિણામ નિંદનીય છે.

તેની શરૂઆત ૪૦ કરોડ શ્રદ્ધાળુઓના પવિત્ર સ્નાન માટે રેકોર્ડ સંખ્યામાં સ્નાન કરવાના કાલ્પનિક અંદાજથી થઈ હતી અને આટલી મોટી ભીડ માટે ‘ફુલપ્રૂફ’ વ્યવસ્થા કરવા માટે ડબલ-એન્જિન મિકેનિઝમની શક્તિથી થઈ હતી. ખાસ કરીને વર્તમાન શાસક વર્ગ (કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ)ના કોઈ પણ રાજકીય નેતા, જેમને પ્રચાર અને શ્રેય લેવાની તેમની જાણીતી ઝંખના છે, તેઓ પ્રસિદ્ધિ મેળવવાની આવી તક ગુમાવશે નહીં. પછી ભલે તે ભીડને દૂર કરવાની વાત હોય, ખરા વીવીઆઈપી સિન્ડ્રોમમાં, સંપૂર્ણ કેમેરાના ચમકારા હેઠળ તેમના પવિત્ર સ્નાન માટે માર્ગ મોકળો કરવા માટે કે પછી સમગ્ર દેશમાં ખાસ કરીને પ્રયાગરાજમાં કાર્યક્રમના આયોજનના નામે ઉચ્ચ-ઓક્ટેન પ્રચાર, આ બધું ધર્મની પવિત્રતા અને ભક્તોની સલામતીના ભોગે. દુર્ભાગ્યપૂર્ણ પરિણામ નાસભાગના રૂપમાં આવ્યું.

આ મહાકુંભના સંચાલકો દ્વારા શક્ય તેટલા લાંબા સમય સુધી લોહીલુહાણ તથ્યોને છુપાવવાના તમામ પ્રયાસો પછી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે, કોઈ પણ વૈજ્ઞાનિક આધાર વિના ૪૦ કરોડ શ્રદ્ધાળુઓના ધસારોનો અંદાજ લગાવતી સિસ્ટમને મૃત્યુઆંકની સત્તાવાર જાહેરાત કરવામાં ૧૮ કલાક લાગ્યા. સદીઓ જૂની ધાર્મિક ઘટનાનું રાજકીયકરણ નામકરણમાં ફેરફારમાં વધુ પ્રતિબિંબિત થયું. વર્તમાન શાસક શાસનના રાજકીય વર્ણન સાથે તાલમેળ બેસાડવા માટે આ ઘટનાનું નામ શાહી સ્નાનથી બદલીને અમૃત સ્નાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, માત્ર ટોચના જ નહીં, પરંતુ શાસક વર્ગના મધ્યમ અને નીચલા સ્તરના નેતાઓ પણ મિડિયા-કર્મચારીઓની હાજરીમાં પવિત્ર સ્નાન કરતાં જોવા મળ્યા, જેઓ બિનવ્યાવસાયિક કારણોસર ત્રણ પવિત્ર નદીઓના સંગમ – ત્રિવેણી સંગમ પર બનેલી દુર્ઘટના પર ઢાંકપિછોડો કરવા માટે વહીવટીતંત્રની લાઇનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા હતા.

ભાગદોડ અને તેના પરિણામે નિર્દોષ લોકોનાં મોત માટે કોને જવાબદાર ઠેરવવામાં આવશે? શું પડકાર સમાન વ્યવસ્થા કર્યા વિના મહાકુંભનો વધુ પડતો પ્રચાર કરવો એ ગુનો નથી? અને નેતાઓ શા માટે પાછળ હટી જાય? મહાકુંભની ભાવનામાં રાજકારણનું એક મજબૂત તત્ત્વ ઉમેરવામાં આવ્યું છે, જેનાથી ધાર્મિકતાને નેતાઓની છબીઓ અને તેમના રાજકીય એજન્ડાથી ઢાંકી દેવામાં આવી છે. દેશભરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ફોટા દર્શાવતાં પોસ્ટરો એ દર્શાવે છે કે રાજકીયકરણ બીજા બધા કરતાં કેવી રીતે વધુ મહત્ત્વનું બની ગયું છે.

શાસક વર્ગના બે અગ્રણી નેતાઓ – ગૃહ પ્રધાન અમિત શાહ અને યોગી આદિત્યનાથ – વચ્ચે રાજકીય મિત્રતાનું ચિત્રણ, તેમની કથિત રાજકીય દુશ્મનાવટ છતાં સંગમમાં પવિત્ર સ્નાન કરતી વખતે જળક્રીડા દ્વારા અથવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા સંપૂર્ણ કેમેરાના ઝગમગાટમાં સ્નાન કરીને, આ કૃત્યો તેમના પ્રતિબદ્ધ ધાર્મિક એજન્ડા સાથે કે લોકોના કલ્યાણ સાથે મેળ ખાતાં નથી. અને છેલ્લે, ત્રિવેણી સંગમમાં થયેલી જીવલેણ ભાગદોડ પછી એક ધાર્મિક નેતાની પ્રતિક્રિયા ખતરાની ઘંટડી વગાડી શકે છે. ખાસ કરીને એ લોકો માટે જે લાખો લોકોના જીવનની સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવાનું શ્રેય લઈ રહ્યા છે.

નિરંજની અખાડાના સ્વામી પ્રેમાનંદ પુરીના આ નિવેદનને સુકાનીપદે બેઠેલાં લોકો કેવી રીતે જોશે કે જો મહાકુંભનું સંચાલન સેનાને સોંપવામાં આવ્યું હોત તો પરિસ્થિતિ વધુ સારી હોત. તેમણે આ દુર્ઘટના માટે વહીવટને પણ દોષી ઠેરવતાં કહ્યું કે જો મહાકુંભનું સંચાલન સેનાને સોંપવામાં આવ્યું હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત. સ્વામી પ્રેમાનંદ પુરીએ કહ્યું, “બધા અખાડાઓએ માંગ કરી હતી કે કુંભનું સંચાલન ભારતીય સેનાને સોંપવામાં આવે, આપણા દેશમાં નિઃસ્વાર્થ સેવા કરનારાં લોકોની કોઈ કમી નથી. જો કુંભ ભારતીય સેનાને સોંપવામાં આવે તો મને નથી લાગતું કે આટલી મોટી દુર્ઘટના બની હોત. હું ખૂબ જ દુઃખી છું.” આ પ્રતિક્રિયા સુકાનીપદે બેઠેલાં લોકો માટે આંખ ખોલનાર તરીકે કામ કરશે જેઓ આ પવિત્ર પ્રસંગનો ઉપયોગ તેમના મનોરંજક અને મજાકથી ભરેલા રાજકીય એજન્ડાને આગળ વધારવા અથવા પવિત્ર સ્નાનના માધ્યમથી નવાં રાજકીય સમીકરણો દોરવા માટે કરી રહ્યા છે. જો કે, વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરીને વીવીઆઈપીઓ ત્રિવેણી સંગમ તરફ કેમ ગયા તે અંગે સ્વામીનું મૌન બીજી જ વાર્તા કહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top