આજે દરેકનાં મનમાં એક જ સવાલ છે કે મારો એક મત કોને આપવો? મતદાતા માટે એક સારા નેતાને મત આપવો એ તેણે ખુદે નક્કી કરવાનું હોય છે. આપણને કેવી સરકાર મળે અને કેવી સરકાર બનાવવી એ આપણા પર નિર્ભર છે. મિત્રો, મતદાન કરવા અવશ્ય જાવ. દરેક વ્યક્તિએ મતદાન કરવું જ જોઇએ.
પરંતુ કોઇ લાલચ, દ્વેષ વગર મતદાન કરવું. એક મતદાતા તરીકે આપણે એવા નેતાને મત આપીએ જે ગરીબી દૂર કરી શકે, મધ્યમ વર્ગની જરૂરિયાત સમજી શકે, યુવાનોને રોજગારી પૂરી પાડી શકે. આંતકવાદ અટકાવી શકે. આજના સમયમાં મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણા ભારતમાંથી ગરીબીને દૂર કરવી.
શિક્ષણ ક્ષેત્રે સુધારો લાવવો અને દેશને વિકાસ તરફ લઇ જાય તેવી પાર્ટીને મત આપવો. દોસ્તો, એક ખાસ બાબત કે આપણો મત કોઇ આપણી જ્ઞાતિનાં ઉમેદવારને નહીં કે આપણા સ્વાર્થ માટે કોઇ ઉમેદવારને મત ના આપીએ. આપણો મત એક એવા વ્યક્તિને હોવો જોઈએ. જે એક અમૂલ્ય લોકશાહીનું ઘડતર કરી શકે અને નિ:સ્વાર્થ ભાવે દેશની સેવા કરે.
અમરોલી – આરતી જે. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.