સાઉથની સમેન્થા બોલિવુડથી એટલી દૂર નથી અને તેના ફેન્સ બોલિવુડ કે સાઉથમાં ભેદભાવ કરતા નથી. તેની આસપાસ બનતી ઘટનાઓ ને જાણવા ખૂબ આતુર હોય છે એ પછી ભલે તેના છુટાછેડાં હોય કે એકલાએકલા હોલીડૅ માનવો હોય કે પછી તેની બીમારી વિશેની વાત હોય પણ આજ કાલ સમેન્થા રૂથ પ્રભુ નામની 38ની અભિનેત્રીની નજીક કોઈ આવી ગયું છે અને ફેન્સ તેની નજીક આવેલા આ વ્યક્તિની સાથે તેના સંબંધની ખૂબ ચર્ચા કરી રહ્યા છે. કોણ છે એ? કઈ રીતે સામેન્થા ફરી પ્રેમમાં પડી? અને આ પ્રેમ જ છે કે બસ ફેન્સને વહેમ છે? આવા બધા સવાલો બીજા સેલેબ્રિટીઝ જેમ ઇગ્નોર કરતા હોય છે સમેન્થા પણ ઇગ્નોર જ કરી રહી છે પણ જનતા જનાર્દન સામે કંઈ છુપાવી શકાતું નથી. સૌથી પહેલા તેને બોલિવુડ કઈ રીતે જાણતું થયું? તેની ફેમિલીમેન વેબસિરીઝથી અને પછી આવેલી સિટાડેલ નામની રીમેક વેબસિરીઝથી. આ બંને વેબસિરીઝને બે ડિરેક્ટરની જોડી રાજ અને DK નામના વ્યક્તિએ બનાવી છે. જેમણે ફર્ઝી નામની વેબસિરીઝ પણ બનવી હતી. આ ડિરેક્ટર જોડી પોતાના અવનવા વિષય અને મજેદાર કામ માટે ખૂબ ફેમસ છે. ગન્સ એન્ડ ગુલાબ, હૅપ્પી એન્ડિંગ, ગો ગોઆ ગોન, શોર ઈન ધ સિટી જેવી મેજેદાર ફિલ્મો લખી છે, અને ડિરેક્ટ પણ કરી છે. અને સામેન્થા તેમની પ્રિય અભિનેત્રીઓમાંની એક એટલે તેણે કરેલી ફેમિલીમેન અને સિટાડેલ પણ રાજ & DK એ જ બનાવી છે. તો હવે સામેન્થનાં દિલમાં કોણ રાજ કરે છે? તેનો જવાબ હજી નથી ખબર પણ ફેન્સ ચર્ચા કરે છે કે રાજ નીદીમોરુ અને સામેન્થા વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. રાજ નીદીમોરુ સારો રાઇટર, ડિરેક્ટર અને હવે તો પ્રોડ્યુસર પણ છે. અને એ બધાથી ઉપર પોતે ‘ફેમિલી મેન’ છે. પરણિત છે, તે શ્યામલી ડેને પરણયો છે. બંને વચ્ચે એક બાળકી પણ છે. જો કે હવે તેનું નામ સામેન્થા સાથે જોડાયું છે, હાલ તો બંને ખૂબ સારા દોસ્ત હોવાની જ વાત કરી રહ્યા છે પણ ખાંખાખોળા કરતા ફેન્સને ખબર પડી કે રાજની પત્ની જે પહેલા રાજ સાથે ખૂબ બધા ફોટો મુકતી તે હવે કેટલાયે સમયથી ફોટો કે જાહેરમાં સાથે નથી દેખાઈ! તો સામેની તરફ સામેન્થા એ ઇન્સ્ટાગ્રામ પર રાજ સાથે ફોટો શેર કર્યો હતો જેમાં સમેન્થાની પેટ ડોગ રાજ સાથે ખૂબ મજાથી પોઝ આપી રહી હતી, તો રાજ પણ ઘણી વાર સામેન્થા સાથેના ફોટો શેર કરતો રહે છે. આ બધામાં સમેન્થા એ પોતાના પ્રોડકશન હાઉસમાં બનેલી ફિલ્મ શુભમ, જે 9 મે એ રિલીઝ કરી હતી. અને આગળ રાજની જ ફિલ્મ રક્ત બ્રહ્માંડ ફિલ્મમાં દેખાવાની છે. એટલે ભલે સમેન્થા હાલ પોતાને સમય આપવાનું કે સિંગલ હોવાનું કહી રહી હોય પણ તેનો આ રાઝ(રાજ) જલ્દી જ લોકો સામે આવી જશે. •
