નવી દિલ્હી: (Delhi) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ આ રેમડેસિવિર ઇંજેક્શનને (Remdesivir Injection) કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા પ્રોટોકોલની યાદીમાંથી હટાવી દીધી છે. WHO એ આ ઇંજેક્શનને કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલી યાદીમાંથી સસ્પેંડ કરી દેવામાં આવ્યો છે. એટલે કે વૈશ્વિક સંસ્થાએ રેમડેસિવિરને પોતાની પ્રી ક્વોલિફિકેશન યાદીમાંથી દૂર કરી દીધી છે. આ નિર્ણય લેતાં પહેલાં WHO એ કોવિડ દર્દીઓની સારવાર દરમિયાન તેના ઉપયોગને લઇને ચેતાવણી પણ જાહેર કરી હતી.
દેશમાં ઘણા સમય સુધી રેમડેસિવિરને કોરોનાની કારગર ગણવામાં આવી. ભારતમાં કોવિડ 19 (Covid-19)ની બીજી લહેરમાં દર્દીઓની સારવારમાં રેમડેસિવિરનો સૌથી વધુ ઉપયોગ થયો છે. ઇન્જેક્શનની માંગ એટલી વધારે હતી કે તેના કાળાબજાર પણ ખૂબ થયા છે. કહેવામાં આવે છે કે તેના લીધે કોરોના દર્દીઓના જીવ બચી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ રેમડેસિવિર ઇંજેક્શનને કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા પ્રોટોકોલની યાદીમાંથી હટાવી દીધું (Removed from list) છે.
જણાવી દઈએ કે આ પહેલાં ભારતનાં પ્રમુખ ડોક્ટરો પણ ઇન્જેક્શનનાં કોરોના સારવારમાં પ્રભાવી હોવાની ક્ષમતા પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. દેશમાં પણ તેને કોવિડ સારવારની યાદીમાંથી બહાર કરવાની ચર્ચા ચાલી રહી હતી. એવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ રેમડેસિવિર ઇંજેક્શનને કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા પ્રોટોકોલની યાદીમાંથી હટાવી દીધું હોવાના સમાચાર આવી રહ્યા છે.
બિહારમાં રેમડેસિવિરનું રિએક્શન: ઇંજેક્શન લગાડતાં જ દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી ગયું
બિહારમાં સરકારે ખરીદેલા રેમેડિસવીર ઇન્જેક્શનથી કોરોના દર્દીઓની મુશ્કેલીઓ વધી રહી છે. ઈન્જેક્શન આપ્યા પછી, દર્દીનું ઓક્સિજનનું સ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે, કેટલાક દર્દીઓમાં નવો રોગ પણ આવી રહ્યો છે. પટનામાં આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તેથી, હવે સવાલ ઉભો થાય છે કે ગુજરાતમાં પકડાયેલા નકલી રેમેડિસવીરનું કન્સાઈનમેન્ટ અહીં પહોંચ્યું છે કે કેમ. આવી ઘટનાઓથી નારાજ તબીબોએ ઈન્જેક્શન ટેસ્ટની માંગ કરી છે. પટનાની ત્રણ મોટી હોસ્પિટલોએ ઈંજેક્શનના રિએક્શનની વિગતો ડિરેક્ટોરેટ ઓફ ડ્રગ કંટ્રોલને મોકલી આપી છે. સ્ટેટ ડ્રગ કંટ્રોલરના પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ઘણા દર્દીઓને રેમેડિસિવર લગાડતાની સાથે જ તેઓને ઠંડી લાગવા લાગી હતી. આ પછી, ઓક્સિજનનું સ્તર પણ નીચે ગયું હતું. આવી સ્થિતિમાં, રેમેડસિવીર ઇંજેક્શનની પ્રતિક્રિયા તુરંત તપાસવી જોઈએ.