ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ખેડૂત આંદોલનમાં થયેલી અશાંતિ દરમ્યાન મંત્રી પુત્રે આડેધડ ગાડી ચલાવી જીવલેણ અકસ્માતો કર્યા. વાતાવરણ ગરમ છે. ઉત્તર પ્રદેશ સરકાર મૃત્યુ પામેલા ખેડૂતોનાં પરિવારોને રૂપિયા 45 -45 લાખ વળતર તરીકે આપવાની જાહેરાત કરી. સારી વાત છે, પણ આ પૈસા તો ખરેખર તો લોકોના ખિસ્સામાંથી જશે ને!? અસરગ્રસ્ત પરિવારોને સરકારી નોકરી આપવાની જાહેરાત થઈ, પણ મહેરબાની રાહે અપાશે ત્યારે નોકરી મેળવનારની લાયકાત પર કેટલું ધ્યાન અપાશે?! આવા કર્મચારીઓને ખૈરાતની જેમ લાભ અપાશે તે પણ કરદાતાના ખિસ્સાઓમાંથી જ ને?!
સુરત – સુનીલ રા.બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કરે કોણ ભરે કોણ!
By
Posted on