નવી દિલ્હી: ભારતમાં (India) મંકીપોક્સ (MonkeyPox ) વાયરસ (Virus) હવે ધીરે-ધરે પગ પેસારો કરી રહ્યો છે. ઘણા શહેરોમાં તેના કેસો વધી રહ્યા હોવાથી હવે હેલ્થ એક્સપર્ટ એલર્ટ મોડમાં આવી ગયા છે. દુનિયા ભરમાં તેના વધતા જતા ખતરાને જોતા સંયુક્તરાષ્ટ્ર એજંન્સીએ પણ તેને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. WHOએ મંકીપોક્સના વધતા જતા જોખમને ઓછું કરવા માટે ગાઈડલાઈનો જાહેર કરી છે. WHO એ પુરુષોને ખાસ ચેતવણી આપી છે. સેક્સમાં થતી આ ભૂલો પુરુષો પર મંકીપોક્સનું જોખમ વધારે છે તેમ WHO એ કહ્યું છે. આ સાથે જ WHO દ્વારા પુરુષોને સેક્સ દરમિયાન કેટલીક સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.
WHOના મહાનિર્દેશક ટ્રેડોસ ધેબ્રેયસસ જણાવ્યું હતું કે, વાયરસનો પહેલો કેસ મે મહિનામાં સામે આવ્યો હતો. ત્યારબાદ મંકીપોક્સ વાયરસ 98 ટકા કેસો ગે, બાયસેક્સ્યુઅલ અને પુરુષો સાથે યૌન સંબંધો રાખનારાઓમાં જોવા મળ્યા હતા. ટ્રેડોસે લોકોને સુરક્ષા માટે કાળજી રાખવાની સલાહ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પુરુષો સાથે યૌન સંબંધ રાખનાર પુરુષોએ તેમના અને બીજાની સુરક્ષા માટે પણ યોગ્ય વિકલ્પ બનાવવો જોઈએ. જેના માટે સેક્સ્યુઅલ પાર્ટનરની સંખ્યા પણ ઘટાડવો યોગ્ય વિકલ્પ છે.
WHOના પ્રમુખે કહ્યું હતું કે સંક્રમિતોએ પોતાને આઇસોલેટ રાખવા જોઈએ અને કોઈ પણ ભીડ-ભાળ વાળી જગ્યાએ આવવું જવું ન જોઈએ. સાથે-સાથે અન્ય કોઈ શારીરિક સંપર્કો અથવા તો બીજા કોઈ સેક્સ્યુઅલ પાર્ટનર બનાવવા ન જોઈએ. જોકે યુએસ સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ અને પ્રિવેન્શન સેક્સ્યુઅલ પાર્ટનરની સંખ્યા ઓછા કરવા માટે કોઈ ટિપ્પણીઓ આપી ન હતી. એજન્સીએ મંકીપોક્સના સંક્રમણને વધતો અટકાવવા ચામડી સાથે ચામડી નહીં મળે તેવી સલાહ આપી છે.
WHOના જણાવ્યા પ્રમાણે મંકીપોક્સ તેનું સંક્રમણ કોઈ પીડિતના સંપર્કોમાં આવવા ઉપરાંત તેના કપડાં અને બેડશીટના સંપર્કમાં આવનાર તમામને તેનો શિકાર બનાવી શકે છે. સ્વાસ્થ એજન્સીએ ચેતવણી આપી છે કે નબળી રોગપ્રતિકારક શક્તિ અથવા તો ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેત રહેવું હિતાવહ છે. WHOના સલાહકાર એન.ડી.સિલે કહ્યું કે મંકીપોક્સ સેક્સને કારણે ફેલાયો હોઈ તેવા ચોક્કસ નિસ્કર્ષ ઉપર આવી શકાય તેમ નથી.
શું કોન્ડમનો ઉપયોગથી સંક્ર્મણ ઓછું કરી શકે ખરું ?
સિલે આ અંતર્ગત જણાવ્યું હતું કે,ગે અને બાયસેક્સ્યુઅલ પાટનારોની સંખ્યા ઘટાડવી તેવી વાતો તેમના જ સમુદાયમાથી આવી રહી છે. આ વાતો થોડા દિવસો ચાલી હતી. જોકે અમે આશા રાખીયે છે કે, આ વાયરસનો પ્રકોપ ઓછો થવો જોઈએ. સિલે કહ્યું કે આ ચોક્કસ રીતે કહેવું હાલ પૂરતું હિતાવહ નથી કે કોન્ડોમનો ઉપયોગથી સંક્ર્મણ ઘટાડી કે અટકાવી શકાય છે. કેમ કે મંકીપોક્સ હર્પીસની જેમ શારીરિક સંપર્કોને કારણે ફેલાય છે. શારીરિક સંબંધો બાંધતી વખતે વધુ નિકટતા એક મુખ્ય કારણ કહી શકાય.