જે વિદેશ જઇ આવ્યા છે તેઓ અને જે નથી ગયા તેઓ ટીવીમાં જોઇને કે વાંચીને કહેતા થઇ ગયા છે કે વિદેશ જેવી સગવડ વ્યવસ્થા આપણે ત્યાન કયારેય નહીં આવે. સાચી વાત છે આ કેવી રીતે આવે? આપણી સરકાર કે સંસ્થા મુશ્કેલ ભરી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા કાયદો વ્યવસ્થા ઘડે છે તેની સામે તો આપણા જ બંધુઓ આંદોલન કરે. તોફાન કરે, સરઘસ કાઢે, પ્રજા અને સરકારને બાનમાં લેવા માંડે. અરાજકતા ફેલાવી પ્રજા અને સરકારને બાનમાં લઇ પોતાનું ધાર્યું મનમાની કરાવી લેતી સ્વાર્થી પ્રજાથી આ દેશ ભરેલો છે અને તેમાંથી આપણું રાજકારણ પણ મુકત નથી. તેઓપણ પોતાની મત બેંકની અસરને ધ્યાને લઇ પ્રજા પર રખડતા ઢોર છોડી મુકે છે. વિદેશમાં કયાંય તમને કૂતરૂ, બિલાડુ કે કોઇ ઢોર એકલુ કરાયા ઢોર જોવાનું મળતું નથી તેમાં પ્રજાનો અને સરકારનો માનવીય અભિગમ અને બધાને જ હડધૂત થયા વિના રહેવનો ફકત સ્થાપિત કરેલ છે અને તે માટે ફકત કડક કાયદો ઘડયા જ નથી. અમલમાં પણ મૂકી દેવાની પણ તાકાત ત્યાંની સરકાર ધરાવે છે. આપણી સરકાર લોકો માટેના જરૂરી કાયદા ઘડીને ય પોતાના મતહીતમાં ફોક કરે છે.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એટીએમ બંધ કરો આક્રંદ
એટીએમ કાર્ડધારકોની સગવડાત ખાતર સરકારે તેમજ દરેક બેંક સત્તાધીશો દ્વારા એટીએમ મશીન મૂકવામાં આવેલા હોય છે. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી કેટલીક બેંકમાં એટીએમ મશીન બંધ અવસ્થામાં જોવા મળે છે. કેટલાંક મશીનો બગડેલા છે. કેટલાંકમાં કેશ નથીનાં બોર્ડ લટકેલા જોવા મળે છે. પૂછપરછમાં જાણવા મળે છે કે નવું એટીએમ મશીન આવવાનું હોવાથી શટર બંધ છે. આમ એટીએમ મશીન ખાસ્સો સમયથી બંધ હોવાથી પ્રજાને મૂશ્કેલીનો સામનો કરવો પડે છે. તો હાલમાં જે બેંક ખાતે એટીએમ મશીન બંધ હોય ત્યાં વિનંતી છે. તો હવે બરોડામાં અદ્યતન એટીએમ મશીન શીફ્ટ કરવાની તાતી જરૂર છે.
તલીયારા – એચ.એસ.દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.