Comments

સાચો જ્ઞાની કોણ?

Reviewing Just War Reconsidered: Strategy, Ethics, and Theory

યુનાનના પ્રાચીન ડોલ્ફીના દેવીનું મંદિર તેમાં એક એક સ્ત્રી દેવી તરીકે બિરાજમાન રહેતી અને બધા તેની દેવી તરીકે પૂજા કરતા અને કોઈ પણ સમસ્યાઓમાં તેની સલાહ લેતા.તત્ત્વચિંતક જેવું જ્ઞાન અને ક્ષમતા ધરાવતી આ સ્ત્રી અમુક વિશેષ પ્રસંગોએ કેટલીક ઘોષણાઓ કરતી તો ક્યારેક મંદિરમાં એકઠા થયેલા સમાજનાં લોકો એમને ભવિષ્યની વાતો પૂછતાં. એક વખત ટોળામાંથી એક વ્યક્તિએ દેવીને પૂછ્યું કે, “દેવી, સમગ્ર યૂનાનમાં અત્યારે સૌથી બુદ્ધિમાન અને જ્ઞાની પુરુષ કોણ છે?” . દેવીએ તરત જવાબ આપ્યો, “સોક્રેટીસ”.

આ સાંભળીને લોકો સોક્રેટીસ પાસે ગયા અને તેને જણાવ્યું કે દેવીએ તમને યુનાનના સૌથી બુદ્ધિમાન અને જ્ઞાની પુરુષ કહ્યા છે.તમને અભિનંદન.હવે તો તમારો પ્રભાવ વધતો જશે.તમે જે કહેશો તે લોકો માનશે.’ સોક્રેટીસ બોલ્યા, “ના, ના, આ તો તદ્ન ખોટી વાત છે.દેવી કૃપાળુ છે એટલે તેમણે આમ કહ્યું હશે.બાકી હું તો સાવ અજ્ઞાની છું. હા, જ્ઞાન મેળવવા ઈચ્છું છું અને જ્ઞાન મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહું છું.જેને મળું તે દરેક જણ પાસેથી કંઈ ને કંઈ શીખવાનો મારો પ્રયત્ન હોય છે એટલે વધુ ને વધુ જ્ઞાન મેળવવા માટેની મારી જિજ્ઞાસા થોડી વધારે છે એમ જરૂર કહી શકાય.”

સોક્રેટીસની આ વાત લોકોએ ફરી વખત જ્યારે દેવી પાસે એકઠા થયા ત્યારે દેવીને જણાવી કે, “દેવી ,તમે કહ્યું કે સમગ્ર યુનાનમાં સૌથી જ્ઞાની સોક્રેટીસ છે, પણ સોક્રેટીસ પોતે તો એમ કહે છે કે હું તો અજ્ઞાની છું.જ્ઞાન મેળવવાના સતત પ્રયત્ન કરું છું.” દેવી હસ્યાં અને બોલ્યાં “બસ, આ જ તો વાત છે. આ જ સાચા જ્ઞાનીનાં લક્ષણ છે, જેને જ્ઞાની હોવા છતાં પોતાના જ્ઞાનનું અભિમાન નથી એ જ સૌથી મોટો જ્ઞાની છે.જેને ખબર છે કે તે સતત પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે અને તેના માટે પ્રયત્નશીલ રહે છે તે સાચો જ્ઞાની છે.જે દરેક જણ પાસેથી શીખવા તત્પર રહે છે તે સાચો જ્ઞાની છે.જે જાણે છે કે જીવન આખું શીખતા રહીએ તો પણ સમય ઓછો પડે એટલું જ્ઞાન દુનિયામાં છે તે સાચો જ્ઞાની છે.જે જાણે છે કે નવું નવું જાણવાની અને શીખવાની જિજ્ઞાસા સાચા જ્ઞાનીનું લક્ષણ છે.જે વ્યક્તિ એમ માને છે કે હું જ્ઞાની છું, મને બધું ખબર છે તે તેનું અજ્ઞાન છે અને ત્યારથી તેની પ્રગતિ અટકી જાય છે.” દેવીએ સાચા જ્ઞાનીની ઓળખ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top