World

કોણ છે એ શખ્સ જેણે જાહેરમાં જ પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ગોળી મારી

નવી દિલ્હી: જાપાન(Japan)ના પૂર્વ વડાપ્રધાન(Former Prime Minister) શિન્ઝો આબે(Shinzo Abe) પર નારા(NARA) શહેરમાં હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ત્યારે તેઓ એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેઓ ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન જ તેમના પર ગોળી ચલાવી હતી. જેથી તેઓ લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. તેમની સારવાર નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં ચાલી રહી હતી. જો કે હવે તેઓને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદા તેમના ખબરઅંતર પૂછવા માટે પહોંચી ગયા છે. ગોળી વાગ્યા આબાદ તેઓને હારત એટેક આવ્યો હતો. તેઓની હાલત અત્યંત નાજુક છે

શરીરનાં અંગો કામ કરતા બંધ થયા
જાપાનના મીડિયા મુજબ, આબેના હાર્ટે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. બાકીનાં અંગો પણ કામ કરી રહ્યાં નથી. તેની હાલત અત્યંત નાજુક છે. તેમને બચાવવું મુશ્કેલ છે. તો આ તરફ એક ન્યૂઝ એજન્સી તેમના મોતની આશંકા વ્યક્ત કરી છે.

હુમલાખોરની પોલીસે કરી ધરપકડ
પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી છે. એવું જાણવા મળ્યું છે કે હુમલાખોરે શિન્ઝો આબે પર પાછળથી હુમલો કર્યો જ્યારે તેઓ નારા શહેરમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન, શિન્ઝો આબેને ગોળી માર્યા બાદ જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા પોતાનું અભિયાન છોડીને ટોક્યો માટે રવાના થઈ ગયા છે. પીએમ હેલિકોપ્ટર દ્વારા ટોક્યો પરત ફરી રહ્યા છે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ છે.

હુમલાખોર સેલ્ફ ડિફેન્સ ફોર્સનો સભ્ય
શિન્ઝો આબે પર ફાયરિંગ કરનારને પોલીસે સ્થળ પરથી જ પકડી લીધો હતો. સ્થળ પરથી એક બંદૂક પણ મળી આવી હતી. એવું માનવામાં આવે છે કે આ બંદુક ફાયરીંગ કરનાર શખ્સની જ છેતે શૂટરનો છે. શંકાસ્પદ હુમલાખોરની ઉંમર 41 વર્ષ હોવાનું કહેવાય છે. તેનું નામ યામાગામી તેત્સુયા છે. હાલમાં તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હુમલાખોર સેલ્ફ ડિફેન્સ ફોર્સનો સભ્ય હતો. જો કે તેણે આ હુમલો કેમ કર્યો તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પરંતુ જે પ્રકારે હુમલોની આ ઘટના બની છે તેને લઇને આખી દુનિયા જાણે સ્તબ્ધ થઇ ગઈ છે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
આ સાથે જ આબે પર હુમલા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે પર થયેલા હુમલાથી દુઃખી છું. અમારી પ્રાર્થના તેમની, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે.”

Most Popular

To Top