શાકભાજીનો પ્રશ્ન આજે વર્ષોથી પેચીદો છે. જો પોતાના ખેતરમાંના શાકભાજી અને બીજા પાક મોટાં શહેરોમાં જાતે ડાઇરેક્ટ બજારોમાં આવીને વહેંચે તો પ્રજાને તાજું શાકભાજી ખાવા મળે અને ભાવમાં પણ ઘણો ફરક પડે. ખેડૂતોને પૂરતો ભાવ મળે. પ્રજાને તાજું લીલું શાકભાજી મળી રહે. માર્કેટમાં વેપારીઓનું સંગઠન હોય છે. વજન કરવાના ને બીજા અનેક ચાર્જ લગાડી ખેડૂતોને રૂપિયા જાણી જોઈને ઓછા આપે છે. ખેડૂતો બહારગામથી ભાડાનો ટેમ્પો લાવ્યા હોય પછી એમના હાથમાં ખાસ કંઈ આવતું નથી. ખેડૂતો બે દિવસનો ભેગો માલ લઇ શહેરોમાં ભરાતા શાક માર્કેટમાં જાતે ઊભા રહી ઘરાકોને શાકભાજી વહેંચે તો મોટો ફરક પડી શકે છે.
કિલો કિલો શાકભાજી વેચવામાં સમય જાય. બરાબર, પણ કાંદા બટાકા લીંબુ કોબી જેવા બીજા અનેક શાકભાજી બેચાર દિવસ બગડતા નથી અને રોજ પ્રજાને ખાસ કરીને ગૃહિણીઓને જો તાજું લીલું શાકભાજી સસ્તું મળે તો એ બીજાં દશ બહેનોને શાકભાજી ખરીદવા લઇ આવશે. આજે પણ બહેનોની વાતથી મોટું બીજું કોઈ નેટવર્ક નથી. કોઈ પણ ખર્ચ વગર તમારી વાત વધુ લોકો સુધી પહોંચી જાય.ખેડૂતોએ નિયમિત એક જ શાકભાજી માર્કેટમાં નક્કી કરેલા સમયે આવી તાજું શાકભાજી યોગ્ય ભાવ લઈને આપે તો કદાચ ફરક પડી જાય. બીજા વિચારોનું પણ સ્વાગત છે.
સુરત -અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.