તાજેતરમાં એવા અખબારી અહેવાલો વાંચવા જોતા મળ્યા કે આજના સમયમાં ભારત સરકાર 81 કરોડ લોકોને મફત અનાજ પૂરૂં પાડવાની યોજના ચલાવી રહી છે. સ્પષ્ટ થાય છે આજે દેશમાં 81 કરોડ લોકો ગરીબી રેખા નીચે સબડી રહ્યા છે જે આંકડો આપણા દેશ અને સમાજ નીચે સબડી રહ્યાં છે જે આંકડો આપણા દેશ અને સમાજ માટે માત્ર ચોંકાવનારો જ નહીં પરંતુ ભયંકર લજ્જાસ્પદ છે. આજની સરકારે 81 કરોડ જેવી માતબર આમજતાનું કારમું અમાનવીય શોષણ કરાવીને અંબાણી-અદાણી જેવા માત્ર અર્ધો ડઝન ઉદ્યોગપતિઓના ધનભંડારોને છલકાવી દેવાનું કામ કર્યું છે. કમસેકમ આમજનતાનું સર્વાંગી શોષણ કરીને ધનવાનોના ખજાના છલકાવી દેવામાં તો આપણો દેશ વિશ્વના અન્યદ ેશોને નાપાક પ્રેરણા આપી રહ્યો છે જ.
આ અહેવાલથી આપણા વડાપ્રધાનની છાતી છપ્પનમાંથી સાંઇઠની થઇ જતી હોય તો નવાઇ નહીં. પ્રશ્ન અહીં એ થાય કે આ રીતે ભારતની આમજનતા ગરીબીના મહાન ખતરામાં છે કે હિંદધર્મ? દેશના વડાપ્રધાન, ગૃહ પ્રધાન, સંરક્ષણ પ્રધાન વગેરે તમામ પ્રધાનો હિંદુઓ છે. લશ્કરની ત્રણેય પાંખના વડાઓ, મુખ્ય પોલીસ અધિકારીઓ, વરિષ્ઠ વહીવટી અમલદારો, મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ વગેરે તમામ હિંદુઓ જ છે, છતાંય આજે હિંદુ આમજનતા અને હિંદુધર્મ જો ખતરામાં હોય તો તે માટે જવાબદાર કોણ હોઇ શકે? શું મંદિર-મસ્જિદ વિવાદો કરવાથી આ પ્રશ્ન હલ થઇ જવાનો છે?
કડોદ – એન.વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.