થાઈલેન્ડમાં એક મોટું સેક્સ રેક્ટ બહાર આવ્યું છે. બૌદ્ધ સાધુઓને ટાર્ગેટ કરતી એક મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આ મહિલા પાસેથી બૌદ્ધ સાધુઓના 80, 000 જેટલા અશ્લીલ ફોટા અને 5600 વીડિયો મળી આવ્યા છે. આ સેક્સ સ્કેન્ડલે થાઈલેન્ડમાં ભારે ચર્ચા જગાવી છે
માંડ 35 વર્ષની વિલાવન એમ્સાવત નામની મહિલા જેને લોકો “મિસ ગોલ્ફ” તરીકે ઓળખે છે. આ મહિલા જાતીય રીતે અશ્લીલ ફોટા અને વીડિયો બનાવીને પૈસા વસૂલે છે. હા, આ એકલી મહિલાએ થાઈલેન્ડનું સૌથી મોટું સેક્સ કૌભાંડ આચર્યું છે. તેણે ઘણા બૌદ્ધ સાધુઓને પોતાની લંપટ જાળમાં ફસાવ્યા, વીડિયો બનાવ્યા અને પછી બ્લેકમેઇલિંગનો કર્યા છે.
આ 35 વર્ષીય મહિલાએ 2019 થી અત્યાર સુધી અનેક બૌદ્ધ મંદિરોના આશરે 20 વરિષ્ઠ અને શ્રીમંત સાધુઓને લલચાવીને તેમનું જાતીય શોષણ કર્યું છે. વાત અહીં પૂરી થતી નથી. તેણે આ સાધુઓના 80,000 થી વધુ અશ્લીલ ફોટા અને વીડિયો બનાવ્યા છે.
શું છે આખો મામલો?
ખરેખર, બૌદ્ધ સાધુઓ માટે બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે. આ નબળાઈનો લાભ લઈને મિસ ગોલ્ફ સાધુઓને પોતાની જાળમાં ફસાવતી હતી. પછી જો પોલીસને કોઈ કેસની જાણ ન થઈ હોત તો આ બધું શાંતિથી ચાલુ રહેત. જૂન મહિનામાં પોલીસને ખબર પડી કે બેંગકોકના એક સાધુએ અચાનક સાધુનું જીવન છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. જ્યારે તેઓએ મામલાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસને ખબર પડી કે આ બ્લેકમેઇલિંગનો મામલો છે, જેના કારણે સાધુએ આ અચાનક નિર્ણય લીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મિસ ગોલ્ફ સાધુને બ્લેકમેલ કરી રહી હતી. ગયા વર્ષના મે મહિનામાં મિસ ગોલ્ફે તેની સાથે સેક્સ માણ્યું હતું અને બાદમાં દાવો કર્યો હતો કે તે ગર્ભવતી છે. તેણીએ બાળકના ઉછેર માટે આશરે 18.52 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ત્યાર બાદ સાધુએ પોતાનું બ્રહ્મચર્ય છોડી દેવાનું નક્કી કર્યું હતું.
5600 વીડિયો, 80000 ફોટા મળ્યા
જ્યારે કેસની તપાસ શરૂ થઈ, ત્યારે એક બાદ એક ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગી. મિસ. ગોલ્ફે એક નહીં પરંતુ અનેક સાધુઓને ફસાવ્યા હતા. મિસ ગોલ્ફના બેન્ક ખાતામાં અનેક સાધુઓ પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હતા. મિસ ગોલ્ફ પહેલા આ રીતે સંબંધો સ્થાપિત કરતી અને પછી બ્લેકમેલ કરતી. જ્યારે મહિલાના ઘરની તપાસ કરવામાં આવી, ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.
પહેલા પોલીસે બેંગકોક નજીક નોન્થાબુરીમાં તેની ધરપકડ કરી. તેના પાંચ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા. જ્યારે ફોનની તપાસ કરવામાં આવી ત્યારે તેના ફોનમાંથી 5600 વાંધાજનક વીડિયો, 80,000 ફોટા અને ચેટ રેકોર્ડ મળી આવ્યા, જે સ્પષ્ટપણે સિનીયર બૌદ્ધ સાધુઓ સાથેની તેની નિકટતા દર્શાવે છે. આ ખુલાસાથી થાઈલેન્ડના ધાર્મિક અને સામાજિક માળખાને હચમચાવી નાખ્યું છે.
તે શ્રીમંત અને વરિષ્ઠ બૌદ્ધ સાધુઓને નિશાન બનાવતી હતી
તે થાઇલેન્ડના પ્રખ્યાત મંદિરોમાં રહેતા શ્રીમંત અને પ્રભાવશાળી બૌદ્ધ સાધુઓને નિશાન બનાવતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેના લગભગ 15 વરિષ્ઠ બૌદ્ધ સાધુઓ સાથે પ્રેમ અને શારીરિક સંબંધો હતા. આ પછી, તે દાવો કરતી હતી કે તે ગર્ભવતી છે અને બૌદ્ધ સાધુઓ પાસેથી લાખો રૂપિયા પડાવતી હતી. આમ કરીને, મહિલાએ લગભગ 385 મિલિયન બાહ્ટ (102 કરોડ રૂપિયા) કમાયા હતા. જોકે, હવે મિસ ગોલ્ફ પોલીસની કસ્ટડીમાં છે. હાલમાં, કેસની તપાસ ચાલી રહી છે.