Charchapatra

જે દેશ શિક્ષણ પ્રત્યે ગંભીર ન હોય તેમાં નુકસાન કોને?

કુદરતી આપત્તિ સમયે બચાવ રાહતની કામગીરીમાં લશ્કરના જવાનો, તબીબો, સમગ્ર વહીવટી તંત્ર કામે લાગી જાય છે.માનવીને બચાવવાનું કામ માનવી જ કરે છે. ભગવાનનો બીજો અવતાર માનવામાં આવે છે તે “doctor”બનવા માટે લેવામાં આવતી “neet”ની પરીક્ષામાં ગેરરીતિ થવાના કારણે તેમજ પરીક્ષામાં મોડા આવનારને કૃપા ગુણ આપવાના લીધે પ્રવેશ માટેની આખી પ્રકિયા, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હોવાથી અટકી પડી છે અને સુપ્રીમ કોર્ટ તરફથી તારીખો આપવામાં આવે છે ત્યારે શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામને પ્રશ્ન થવો જોઈએ કે શું  કોર્ટ આવી અગત્યની બાબતમાં રોજ સુનાવણી ન કરી શકે? મારી યાદદાસ્ત મુજબ કોઈક રાજકીય બાબતમાં  સુપ્રીમ કોર્ટમા રાતે કોર્ટ ખોલાવીને સુનાવણી કરવામાં આવી હતી.જયારે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર , મેડીકલ ક્ષેત્રે પ્રવેશ મેળવી માનવીને બચાવવાનું મહાન કામ કરવાના છે.

આવી પરીક્ષામાં જેઓ ગરીબ, વંચિત વર્ગના અને મધ્યમ વર્ગનાં મા બાપના વિદ્યાર્થીને નુકસાન જાય કેમકે તેઓએ તો સરકારી મેડીકલ કોલેજમાં જ એડમિશન લેવું પડે જયારે દેશોમાં ખાનગી, સેલ્ફ ફાયનાન્સ મેડીકલ કોલેજનો રાફડો ફાટ્યો છે ત્યારે ધનવાન મા બાપનાં બાળકો ઊંચી ફી ભરીને પ્રવેશ મેળવી લેશે. જે દેશ શિક્ષણ પ્રત્યે ગંભીર ન હોય તે દેશનો વિકાસ કેવો થાય અને ગરીબ, વંચિત વર્ગનાં બાળકો મહેનત કરીને ઊંચી ટકાવારી પ્રાપ્ત કરતાં હોવા છતાં ડોક્ટર બન્યા પછી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે એમને કોઈ વિશેષ છૂટ આપવામાં આવતી નથી. ફક્ત અનામત આપવામાં આવે છે. જો કે હવે તો બધા જ વર્ગને અનામત આપી છે અને ગરીબ અને વંચિત વર્ગનાં વિદ્યાર્થીઓએ પણ’medical”ક્ષેત્ર માં”gold medal “પ્રાપ્ત કરેલાં ના દાખલા જોવા મળશે. સુપ્રીમ કોર્ટમાં આજે તારીખ હતી પણ ફરી પાછી મુદત આપવામાં આવી છે તો આવી અગત્યની મેટર અગ્રતાના ધોરણે સુનાવણી કરી વિદ્યાર્થીના હિતમાં તાત્કાલિક કાર્યવાહી ન કરી શકાય? જેઓએ ખોટું કર્યું છે તેને સજા ભલે થાય પણ જેઓએ મહેનત કરી પરીક્ષા પસાર કરી છે તેઓએ જો ફરી પરીક્ષા આપવાની થાય તો તેની માનસિક સ્થિતિ કેવી થાય એ તો જે મા બાપ પેટે પાટા બાંધીને દીકરાને ભણાવે તેને જ ખ્યાલ આવે.
સુરત     – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વડાપ્રધાનને રશિયાનું સર્વોચ્ચ સન્માન
હમણાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત લઈ આવ્યા. ત્યાં તેમને રશિયાનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું. દેશ માટે આ ખરેખર ગૌરવપ્રદ ઘટના ગણાવી જોઈએ. પણ મોદી વિરોધીઓને એ નહીં ગમે. મોદીવિરોધીઓ મોદીથી જ્યાં ખોટું થાય તેના પર જ તેમનું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. તેઓ મોદીનાં સારાં કામો તરફ ધ્યાન આપવા માંગતા જ નથી. જોવામાં આવે તો કોંગ્રેસનાં ૭૦ વર્ષ અને ભાજપનાં દસ વર્ષનું સરવૈયું કાઢવામાં આવે તો કોંગ્રેસ કરતાં ભાજપનું પલ્લું નાનું તો નાનું પણ વધુ સારું પુરવાર થાય જે હોય તે, આપણા દેશના વડપ્રધાનને રશિયાનું સર્વોચ્ચ સન્માન એનાયત થયું તે દેશ માટે ચોક્કસ જ ગૌરવપ્રદ ઘટના છે. છેલ્લે એકદમ કૉંગ્રેસતરફી કે એકદમ ભાજપતરફી અવલોકનને બદલે તટસ્થતાપૂર્વક કરવામાં આવેલાં અવલોકનો આવકાર્ય ગણાય.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top