World

કપિલ શર્માના કેનેડા કાફે પર ફાયરિંગ કરનાર હરજીત સિંહ ‘લાડી’ કોણ? NIAના મોસ્ટ વોન્ટેડ આતંકી પર 10 લાખનું ઇનામ

પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માએ કેનેડામાં એક કાફે ખોલ્યો હતો. તાજેતરમાં જ એક વ્યક્તિએ તેમના કાફેમાં ગોળીબાર કર્યો હતો. હુમલાખોરની ઓળખ હરજીત સિંહ ઉર્ફે લદ્દી તરીકે થઈ છે. જે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ‘મોસ્ટ વોન્ટેડ’ જાહેર કરાયો છે. તેના પર હાલ 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

વિડિયોમાં ફાયરિંગ કરે છે ‘લાડી’:
આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ કારમાંથી ઉતરીને કપિલ શર્માના કાફે તરફ પિસ્તોલથી ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. તપાસ દરમિયાન આ વ્યક્તિની ઓળખ હરજીત સિંહ લાડી તરીકે થઈ છે.

કોણ છે હરજીત લાડી?:
હરજીત સિંહ લાડી પંજાબના નવાશહર જિલ્લાના ગરપધાણા ગામનો રહેવાસી છે. તે ખાલિસ્તાન સમર્થક સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલો છે અને વિદેશી હેન્ડલર્સ સાથે પણ તેનો સીધો સંપર્ક છે. NIA અનુસાર, લાડી આતંકવાદી મોડ્યુલનો એક સક્રિય ભાગ છે અને તેની વિરુદ્ધ ડિજિટલ પુરાવા પણ એકત્રિત થયા છે.

VHP નેતાની હત્યામાં પણ સંડોવણી:
2024માં વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિકાસ બગ્ગાની હત્યા કેસમાં પણ લાડીનું નામ સામે આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન, લાડી ઉપરાંત કુલબીર ઉર્ફે સિદ્ધુ અને અન્ય લોકોના નામ પણ ખુલાસા થયા હતા.

પંજાબમાં FIR નહીં, પણ NIAએ જાહેર કર્યો મોસ્ટ વોન્ટેડ:
હાલમાં પંજાબ પોલીસ દ્વારા લાડી સામે કોઈ FIR કે ચાર્જશીટ જાહેર નથી કરવામાં આવી, છતાં NIAએ તેને ભાગેડુ આતંકવાદી જાહેર કર્યો છે. એજન્સીએ લાડીની ધરપકડ માટે જાહેર અપીલ કરી છે અને માહિતી માટે વોટ્સએપ, ઈમેલ અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

Most Popular

To Top