કોઈકે સરસ કહ્યું છે કે, “એને એમ જ છે કે, હું જ છું, પણ એને કોઈ સમજાવો કે એ છે જ શું?” એક પાણીના ટીપાંને પોરસ ચઢ્યું, એટલે પરપોટો થયો, આખરે તો પરપોટાની નિયતી ફૂટવાની જ હોય છે. એક બહું પ્રચલિત વાક્ય છે કે, ઘણાને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે પણ અભિમાનનું જ્ઞાન નથી હોતું. ઘણાં પવનને જોરે ઉપર ચઢેલા પતંગો, એ ઉંચાઈને પોતાની “કાબેલિયત” સમજતા હોય છે.. પણ કોઈ પતંગને એ વાતનું જ્ઞાન નથી હોતું કે આજ દિન સુધી એવું નથી બન્યું કે કોઈ પતંગ હંમેશા આકાશમાં જ રહ્યો હોય. પવન અને દોરીના સહારે આકાશમા ચઢેલો અને વિહરતો પતંગ જ્યારે પવન અને દોરીને તુચ્છ સમજવા લાગે ત્યારે માનવું કે હવે પતંગનુ પતન નિશ્વિત છે. “કાબે અર્જુન લૂંટ્યો” એવું ક્યાં નથી બનતું.? તરવૈયો જ ડૂબી જાય એવું ક્યાં નથી બનતું.?
હાર્ટના ડૉક્ટરનુ જ હાર્ટ ફેઈલ થાય એવું ક્યાં નથી બનતું.? રાજા રંક થાય અને રંક રાજા થાય એવું ક્યાં નથી બનતું.? કયારેય ન ડૂબે એવી ટાઈટેનિક, પહેલી ખેપમાં જ ડુબી ગઈ, એવું ક્યાં નથી બનતું.? ધારોકે પૃથ્વી એવું માને કે સૂર્ય અને અન્ય ગ્રહો પોતાની આસપાસ ફરે છે, તો આ એક ભ્રમણા થઈ એમ અભિમાની માણસો એવી ભ્રમણામાં જીવતા હોય છે કે હું કેન્દ્રમાં છું અને બાકીના બધા મારી આસપાસ રાસ લે છે.. “હું છું તો આ બધું છે.” એવી ડંફાસ મારનારને ખબર નથી કે, કાળનો ફટકો પડે ત્યારે રાંધ્યા ધાન પણ રઝળી પડે છે.. કોઈકે સરસ કહ્યું છે કે, યે કભી મત કહેના કી, વકત મેરી મુઠ્ઠીમે કેદ હૈ. મેં ને મુંહ સે વાપસ નીકલતે નિવાલે તક દેખે હૈ…
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે. \
રામને નામે પથરા ચોક્કસ તરી જવાના!!
સરકારી ખાતું (હંમેશ ખાયા કરે છે!) હમણાં હમણાં ખાવાને બદલે પીવાનું તેમજ અફીણ ઘોળવાનું કામ ઉત્સાહ પૂર્વક કરી રહ્યું છે. એ અફીણનું દેશી નામ ધાર્મિક અફીણ છે. ધર્મ ઘેલી અને ધર્મ ભીરૂ પ્રજા પણ બધા પ્રશ્નો ભૂલીને રામરાજ્યના મહાસાગર રામાનંદ સાગરમાં ડૂબકી મારીને પરમાનંદમાં તરબોળ થઈ રહી છે કેટલું બધું અદભૂત દૃશ્ય લાગે છે આ! કોણ કહે છે, સંસાર અસાર છે તેમજ જગત મિથ્યા છે? Eal-drink and be merry તેમજ Hurries, worries and curries નો ભરપૂર આનંદ તો આ જગતમાં જ માણવા મળે છે. જે કોઇ નર્ક કે સ્વર્ગ હશે તે અહીં જ છે. મૃત્યુ પછી કશું જ નથી છે. મોટું પૂર્ણ વિરામ રામનામકી ઓઢો ચદરિયા, તેરા રામજી કરેંગે બેડા પાર, રામ નામ સત્ય હૈ અને છેલ્લે…? રામ બોલો ભાઇ રામ…? રામને નામે ‘ચોક્કસ પથરાઓ’ ચોક્કસ તરી જશે?! તો પછી છેલ્લે ‘લંકા વિજય કે લંકા દહન’? એ તમે જાણો…
ભાઠા – રમેશ એમ. મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.