થોડા દિવસ પહેલા કુંભમેળામાં ભગદડ મચી અને સત્તાવારા આંકડા મુજબ 50 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, બીન સત્તાવાર આંક વધુ છે. મર્યા તે ભલે મર્યા, એમની મુર્ખાઇ માટે બોલવા જેવું નથી. પરંતુ કુંભમેળાનું આયોનજ કરનાર યુ. પી. સરકાર બબ્બે દિવસ સુધી ભગદડ થઇ જ નથી, કઇ મર્યુ નથી. એમ જણાવતી રહે ત્યારે ગંગામાં સ્નાન કરનાર 35-40 કરોડ લોકોના આંકડા ચોકસાઈ પૂર્વક જાહેર કરતી રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રશાસનીય જવાબદારીઓ વિશે શું કહેવું? આ જ રીતે દિલ્હી રેલ્વે સ્ટેશન ઉપર કુંભમેળામાં લઇ જતી ટ્રેનમાં ચડવા માટે હજારો લોકોએ ધક્કામુક્કી કરતા 25-25 લોકોએ જીવ ગુમાવ્યા.
વ્યવસ્તા જાળવનારા તંત્રો ટાબોટાં પાડતા રહ્યા, બધા ઉડાવ જવાબો આપી પોતાની જવાબદારીઓનો ખો આપતા રહ્યા, પુલવામાં હુમલામાં 40 જવાનો ભોગ લેનાર 300 કિલો આરડીએસ વિસ્ફોટક લશ્કરી પહેરા હેઠળના કાશ્મીરમાં ક્યાંથી આવેલા? કોણ લાવેલું એ ય આજ સુધી મોદીજીની સરકાર જાહેર નથી કરી શકી! તાજેતરમાં મોદી સરકારના કેન્દ્રીય પોલીસે 2024નો NCRB રીપોર્ટ જાહેર કરી જણાવ્યું છે કે મહિલાઓ સામેના ગુનાઓમાં ભયાનક વધારો થયો અને દેશમાંથી દરરોજ 1200 મહિલાઓ કાયમ માટે ગુમ થઇ રહી છે એના કોઇ અતોપતો મળતો નથી. આ બાબતની જવાબદારી કોની? દેશની જનતાને ય જવાબદારી વગર આ સરકાર ગમી ગઇ હોય એવું લાગી રહ્યું છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શાળાઓમાં ઇત્તર પ્રવૃત્તિ
દિનાંક છ ફેબ્રુઆરીના એક રાષ્ટ્રીય સ્તરના સમાચાર પત્રમાં એક પૂર્વ નગર સેવકના એક જાગૃત નાગરિક તરીકેના જણાવેલ સમાચારમાં વિચાર-ચર્ચા માંગી લેતા સમાચાર વાંચવા મળ્યા. પાલિકા સંચાલિત સમિતિની સ્કૂલોના ‘ભવન’ આરએસેસ સંલગ્ન સંસ્થઆને બાળકોના અભ્યાસ માટે પાઠદાન કેન્દ્ર, કિશોરી વિકાસ કેન્દ્ર અને બાળસંસ્કાર કેન્દ્ર ચલાવવા શિક્ષણ સમિતિએ વિના મૂલ્યે મંજૂરી આપી દીધી. સૌ પ્રથમ તો લોકશાહીના પહેરેદાર કહી શકાય તેવા આ જગૃત નાગરિક પૂર્વ નગર સેવકને હાર્દિક અભિનંદન કેમ કે ર્કોપોરેશનની તિજોરીનો તેમણે વિચાર કર્યો છે. પરંતુ વિચાર આવે છે કે શું વ્યક્તિ કે સંસ્થાએ માત્ર આર્થિક પાસાનો જ વિચાર કરવાનો. સામાજિક કર્તવ્ય જેને સીએસઆર પણ કહેવામાં આવે છે, તે પણ જોવું જોઈએને. વળી આ પાઠદાન કેન્દ્ર કોમર્શિયલ રીતે કરવામાં આવે છે કે માત્ર સેવાકીય દૃષ્ટિએ એ પણ આપણે જોવુ તો જોઈએ ને? ખેર, ટૂંકમાં અને સ્પષ્ટ વાત એટલી જ કરવાની કે વાચક મિત્ર સ્વયં પોતે જ અથવા તો વિશ્વાસુ દ્વારા જાણકારી લે કે પેલા પૂર્વનગર સેવકશ્રીએ જે કટ્ટરવાદી માનસિકતા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ જેનો ભય બતાવ્યો છે, તે વાસ્તવમાં કેટલો છે?
સુરત – ચેતન સુશીલ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.