કોણે રે પાયો આ કેસુડો યુવાની પાછી વળી ગઈ
સીમડો ખીલ્યો વગડે ને ખુમારી પાછી મળી ગઈ
તડકાની ઊની લ્હાયમાં વસંતની શું ફોરમ નીકળી
વન દિવસની લ્હાણમાં રવાની પાછી મળી ગઈ
સૌને ખબર છે કે, ૨૧ મી માર્ચનો દિવસ એટલે વિશ્વવન દિવસ. આપણો A-વન દિવસ. વન વિસ્તારમાં કુદરતે છુટ્ટા હાથે વેરેલી વનરાઈ અને પ્રકૃતિના રસરંગમાં ડૂબકીઓ (ધાબુકીયા ) લગાવવાનો દિવસ, એટલે વિશ્વવન દિવસ! જે માણસ વનેચર બનીને વન વિસ્તારમાં ભટકે ને જંગલની આબોહવામાં ‘હવા-સ્નાન’કરે, તો સમજાય કે કુદરતનું અસ્તિત્વ ક્યાં છે? ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવાથી, પુણ્ય તો મળવાનું હોય ત્યારે મળે, પણ વન વિસ્તારમાં ‘પ્રકૃતિ-સ્નાન’ કરીએ તો ‘ઝટ મંગની પટ શાદી! તત્કાળ પુણ્યની પ્રાપ્તિ! પણ IIT બાબા અને મોનાલીસાના ટાવર હજી છૂટે છે ક્યાં? એ ટાવર છૂટે તો વિશ્વવન દિવસનો મહિમા સમજાય ને..?
એ માટે તો સિમેન્ટ કોન્ક્રીટના ઇલેક્ટ્રિક દાબડામાંથી બહાર નીકળી, વન-વનમાં ભટકવું પડે. આપણે તો એક દિવસની ઉજવણી કરવાની આવે તો પણ છીંકાછીંક કરીએ, ભગવાન શ્રી રામ-લક્ષ્મણ અને જાનકીએ તો ૧૪ વર્ષ વનમાં કાઢેલાં. ભગવાન શ્રીરામને કેવા કેવા જાજરમાન મિત્રો મળેલા..? બચ્ચા બચ્ચા જાણે કે, હનુમાનજી-વાનરસેના- સુગ્રીવ- વિભીષણ- અંગદ-સુષેણ વૈદ્ય–શબરી- અને અનેક ઋષિઓનો ભેટો થયેલો. શલ્યાની અહલ્યા થયેલી.
આજે તો વનમાં ભટકવાની જરૂર જ નહિ, મહોલ્લામાંથી જ પાંચ-છ રાવણ-બે-ત્રણ દુ:શાસન ને ઢગલાબંધ શકુનિઓ મળી આવે. નીકળે. ભલે વડા-પાઉં-બર્ગર-પીઝાની અછત વનમાં હોય, પણ ભારત જેનાથી વિખ્યાત છે એ વન વિસ્તારનો ખજાનો અને જડીબુટ્ટી એટલે, વનવાસીઓની જાહોજલાલી અને અમૂલ્ય મિલકત..! આજે કદર મોનાલીસાની છે.. મધમાખીને મીઠું ફળ મળી જાય અને મધપુડા બાંધવા માંડે એમ, લોકોનું ધ્યાન કુંભમેળા કરતાં મોનાલીસા અને મમતાએ વધારે ખેંચ્યું. કુંભમેળો પૂરો થયો ને ત્રિવેણી તટ ઉપર કાગડા ઊડવા માંડ્યા, છતાં, IIT બાબા ને મોનાલીસાનાં ચકરડા ક્યાં અટક્યાં છે? પ્રેતાત્માની માફક હજી મિડિયાના માધ્યમ દ્વારા લોકોમાં ભટકે છે. મગજ અને મિડિયાથી છૂટાછેડા લેતા જ નથી.
ક્યાંથી છૂટે..? મરઘા જાગે તે પહેલાં તો, એમના સંભાષણ શરૂ થઇ જાય. લોકોનાં પ્રભાતિયાં બગાડે..! જાણે ફરીથી સમુદ્રમંથન થયું હોય ને બે રત્નો બહાર આવ્યાં હોય એમ, આ બન્દાઓએ એવો તો ઉપાડો લીધો કે, કુંભમેળો હાંસિયામાં ને આ બંદા વિખ્યાત થઇ ગયા. (પેલી કુલકર્ણીએ પણ લંગર નાંખેલું, પણ કન્નામાંથી કપાઈ ગઈ હોય એમ, બહુ ચગી નહિ..!)
વિચાર કરો કે, આવા માહોલમાં વિશ્વવન દિવસની બયાનબાજી કરવી, એટલે બુટલેગરને ત્યાં દૂધની લાયણી બાંધવા જવા બરાબર..! મોનાલીસામાં લોકો એવા લીસ્સા.. લીસ્સા થઇ ગયા કે, વનભ્રમણની વાત કરીએ તો લોકોના પગમાં કદાચ કપાસી પણ નીકળવા માંડે..! એમાં અમારો ચમનિયો તો મોનાલીસામાં એવો ચિત્તભ્રમ થઇ ગયેલો કે, મોનાલીસાના નામે, ‘મોનાલીસા વડા-પાઉં સેન્ટર’ની રેંકડી ખોલી નાંખી..! તે પણ ગામની ગટરના ઘાટે બોલ્લો..! ચલણમાં ચાલે એ જ રૂપિયો રે બોસ..! આવાં લોકોને અમૂલ્ય એવોર્ડ મળી જાય તો ઉધરસ કાઢતા જ નહિ. દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાલા ચાહીએ..! શું કહો છો દાદૂ..?
હથોડા એટલે વાગે છે કે, આ IIT બાબા અને મોનાલીસાના સિસકારા હજી જતા નથી. ભેજામાં ભાડે ઘર રાખી લીધું હોય એમ કૂદાકૂદ કરે. ભરેલા રીંગણ જેવી આદર્શ ભાર્યા હોવા છતાં, અમુકને તો ભાર્યા કરતાં મોનાલીસાનાં સ્વપ્નાં વધારે આવવા માંડ્યાં ને ભાર્યા ચોથા નંબરના પ્લેટફોર્મ ઉપર ખેંચાઈ ગઈ. વિચાર કરો કે, રોજેરોજ જો વેંગણ બટાકાનું શાક ખવડાવે તો, ગમે એવી રૂપાળી ભાર્યા પણ ભારખાના જેવી લાગવા માંડે. એકનું એક શાક ચાવીને યાર દાંતો પણ ત્રાસે..! દાંતોને પણ આપઘાત કરવાનું મન થાય. રોજેરોજના વેંગણ બટાકા..? પરણાવનાર ભૂદેવ ઉપર પણ શંકા જવા માંડે કે, નક્કી લગનમાં મામલામાં, કંઈ ને કંઈ તો કોઠાકબાડા થયેલા છે.
એ વિના હાથના લીટા મળ્યા ના હોય. છોડો એ વાત, મારે અને તમારે બંનેએ હજી જીવવાનું છે..! મુદ્દાની વાત એ કે, વિચારીને ચાલવા કરતાં લોકોને ગાડરિયા પ્રવાહમાં તણાવાનું વધારે ગમે. આંગણે ભલે ને ‘વિશ્વવન દિવસ’ ઊગ્યો હોય, છતાં જંગલમાં જઈને નાહરીમાં જમવાનું કહીએ તો, નાકનું ટોચકું ચઢી જાય. મોંઘીદાટ પંચતારક હોટલમાં જઈને CANDLE DINNER લીધા વગર એને ઢેકાર નહીં આવે..! આદ્ય છપ્પાકાર અખાજીએ વરસો પહેલાં છપ્પાં લખીને બરડે ‘ધપ્પા’ લગાવેલા કે…
આંધળો સસરો ને સરગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
પણ, ગાડરિયો પ્રવાહ તો રહેવાનો. અમારો ચમનિયો જ્યાં પણ કથા હોય, ત્યાં હાજરાહજુર હોય. કથા એટલે એના માટે થાક ઉતારવાનું સ્થાનક..! ચાલુ કથાએ ઊંઘવામાં સહેજ પણ કસર નહિ છોડે. એને વિશ્વાસ કે, બાપુ ખોટું કહેવાના જ નથી. પણ આખી કથા પૂરી થાય, પછી બાપુને પૂછવા જાય કે ‘બાપુ…! સીતાજીનું હરણ તો થયું, પણ હરણમાંથી પાછાં સીતાજી ક્યારે થયાં, એ નહિ સમજાયું..?’ એના કપાળમાં કાંદા ફોડું..! તમે માનશો નહિ, ૨૧ મી માર્ચે આખા જગતે ‘વિશ્વવન દિવસ ઉજવ્યો, ત્યારે આ ધંતુરાએ ‘વનદિન’નું અંગ્રેજી ONE DAY કર્યું અને ‘world one day’ઉજવ્યો..! અંગ્રેજો ભલે વિલે મોઢે ચાલી ગયેલા, પણ આવા નમૂનાના ભેજામાં અશુદ્ધ અંગ્રેજીની છાંટ છોડતા ગયેલા..!
હાલ રમાતી ONE-DAY મેચને પણ, ‘વન-DAY’સાથે સાંકળે બોલ્લો..! મને કહે, આજ અમારી વન દિવસની ઉજવણી..! ભારત- ન્યુઝીલેન્ડની ફાઈનલ મેચ ચાલતી હતી, તો વિરાટ કોહલીને બરાડા પાડીને કહે કે, ‘ONE-DAY માતરમ…વન-DAY માતરમ..! પછી ખબર પડી કે, એ ‘વંદે-માતરમ’ નહોતો કહેતો, પણ ONE DAY માં તું રમ..ONE DAY માં તું રમ, એમ કહીને પજવતો હતો! એના કપાળમાં કાંદા ફોડું..! છેલ્લે એટલું જ કહીશ કે, વન વિસ્તાર પણ આપણો A-one વિસ્તાર છે. વનને જાણવા-માણવા અને મ્હાલવા માટે, વન વિસ્તારમાં રખડપટ્ટી કરો. કેસુડાં અને સીમડાનાં ફૂલો સાથે પ્રીત બાંધો. વિશ્વવન દિવસને કેલેન્ડરમાંથી કાઢી આમ સમાજના હૃદયમાં લઈ જવા સજ્જ બનો..! તો ક્યાંકથી કોયલના ટહુકા કાને અથડાશે…!
લાસ્ટ બોલ
એક શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે, ભગવાન શ્રી રામ કેટલા વાગે વનમાં જવા નીકળેલા?
સવા નવ વાગ્યે..!
તને કેમની ખબર પડી ?
વનવાસનું ઊંધું કરો તો ‘સવાનવ’જ થાય..!
એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.