ઓરિસ્સાના જગન્નાથ પુરી મંદિરમાં તા.27જૂન 2025ના રોજ અષાઢ શુક્લ પક્ષના બીજા દિવસે રથયાત્રા કાઢવામાં આવશે. પૂરીમાં તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અક્ષય તૃતીયાના દિવસથી રથનું નિર્માણ શરૂ થઈ ગયું હતું.
આ પ્રસંગે,તમને જણાવી શું કે આ રથો કોણ ખેંચી શકે છે? રથ ખેંચવાનું શું ફળ છે? અને યાત્રામાં કેટલા રથ હોય છે ? રથનાં નામ શું હોય છે?.
રથયાત્રામાં ત્રણ રથ હોય છે: પૂરી રથ યાત્રામાં ત્રણ રથ ચાલતા હોય છે. જેમાં સૌથી આગળ બલભદ્રનો રથ હોય છે, જેનું નામ ‘તાલધ્વજ’ છે. આ પછી, બીજો સુભદ્રાનો રથ હોય છે. જેનું નામ ‘દર્પદલન’ છે. ભગવાન જગન્નાથ છેલ્લા રથ ‘નંદીઘોષ’માં સવારી કરે છે. આ રથો પર સવાર થઈને, તેઓ લગભગ 3 કિમી દૂર સ્થિત ગુંડીચા માતાના મંદિરે જાય છે. જ્યાં ભગવાન જગન્નાથ 10 દિવસ માટે આરામ કરે છે. આ રથનાંદોરડાઓને પણ નામ હોય છે.ચાલો જાણીએ.
રથ ખેચવાના દોરડાનાં પણ હોય છે; નામ: જેમ ભગવાનના ત્રણ રથોના નામ અલગ છે, તેમ તેમને ખેંચતા દોરડાના નામ પણ અલગ છે. ભગવાન જગન્નાથના 16 પૈડાવાળા નંદીઘોષ રથના દોરડાને ‘શંખચુડા નાડી’ કહેવામાં આવે છે.
તેમજ બલભદ્રના 14 પૈડાવાળા રથના દોરડાને ‘બાસુકી’ કહેવામાં આવે છે. મધ્યમાં ચાલતા 12 પૈડાવાળા રથને ‘સ્વર્ણચુડા નાડી’ નામના દોરડા દ્વારા ખેંચવામાં આવે છે.
રથ ખેચવાથી મોક્ષની પ્રાપ્તિ: શ્રદ્ધા સાથે પુરી પહોંચેલી કોઈપણ વ્યક્તિ રથને તેના દોરડાથી ખેંચી શકે છે,તે ભલે પછી કોઈપણ સંપ્રદાય, જાતિ કે ધર્મનો હોઈ. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધાથી રથના દોરડા પકડી રથ ખેંચે છે તે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.
જો કોઈ ને રથ ખેચવાનો લાભ ના મળે તો પણ કોઈ સમસ્યા નથી, ફક્ત આ રથયાત્રામાં સંપૂર્ણ ભક્તિભાવથી ભાગ લેવાથી જ હજારો યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે
