રશિયા યુક્રેન વચ્ચે ચાલતું ભયાનક યુદ્ધ હજુ ચાલુ જ છે ત્યાં ઇઝરાઇલ પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. પેલેસ્ટાઇનતરફી આતંકી ગ્રુપ હમાસ જેને અચાનક ઇઝરાયેલ પર હુમલો કરી આતંક મચાવ્યો છે. જવાબમાં ઇઝરાયેલ સેનાએ પણ ભયાનક હુમલાઓ કરતાં યુદ્ધ એની ચરમસીમાએ પહોંચ્યું છે. બે દેશો વચ્ચેની ભયાનકતા એ જ હોય કે તેનાં નાગરિકોનાં જાન અને માલ મિલકતોની ખુવારી થઇ જતી હોય છે. મકાન બનાવવા માણસ જિંદગીભર મહેનત કરે છે. યુદ્ધમાં બોમ્બ પડવાથી મકાનો પત્તાંના મહેલની જેમ ધરાશાયી થઇ જાય છે. કુટુંબો વેરવિખેર થઈ જાય છે ત્યારે ઘર વગરનાં થયેલાં લોકોએ કેમ્પમાં આશરો લેવો પડે છે. રાજકારણીઓ પોતાનો હેતુ સિદ્ધ કરવા યુદ્ધ્ શરૂ તો કરે છે, પરંતુ તેની ખુવારી બંને દેશોનાં નાગરિકોની થતી હોય છે. કોઈ પણ દેશ યુદ્ધ કરે તો યુદ્ધમાં થયેલો ખર્ચો અને તેની ખુવારીથી યુદ્ધ કરનાર દેશો કેટલાય દશક પાછળ પડી જાય છે.
પહેલું વિશ્વ યુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ પશ્ચિમ દેશોથી શરૂ થયું હતું અને હવે જો કદાચ આ ત્રીજું વિશ્વયુધ્ધ થશે તેમાં પણ વધુ પશ્ચિમી દેશોની જ ભૂમિકા રહેશે. અમેરિકા, ફ્રાન્સ કે પછી અન્ય દેશો ઇઝરાયેલને ટેકો આપે છે તે તમામ દેશો વિનાશક શસ્ત્રોના ઉત્પાદકો છે. તેઓ પોતાની દુકાન ચલાવવા ક્યાંક ને ક્યાંક યુદ્ધ ભડકાવતાં રહે છે, જે માનવીની પ્રગતિને અવરોધે છે. તમામ દેશોએ પોતાના દેશની રક્ષા માટે સંરક્ષણ માટે જંગી ખર્ચ કરવો પડે છે, તેના કારણે વિકસિત દેશો શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે પૂરતો ખર્ચ કરી શકતા નથી. યુધ્ધ લડવાથી કોઈનું ભલું થયું નથી કે થવાનું નથી તે જાણતા હોવા છતાં યુધ્ધ લડાતાં રહે છે અને તેનો ઇતિહાસ સાક્ષી છે.
સુરત – વિજ્ય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સાંસદ થવુ હોય તો આટલા અપલક્ષણ હોવા જરૂરી
ક્રિમીનલ માનસ હોવુ એ પ્રથમ અત્યંત જવલનશીલ લાયકાત કેળવવી પડે. મની અને મશલ પાવર હોવો એ બીજુ અપલક્ષણ. અન્ય સ્ત્રી સાથે ગેરકાનૂની અવૈદ્ય સંબંધો હોવા જરૂરી બળાત્કાર એ કોમન ફેકટર છે. દુશ્મન સામે સોપારી આપી લાશને ગુમ કરવાની હોંશિયારી જરૂરી છે. ખંડણી ઉઘરાવવાનો સરકારી પરવાનો, અપહરણ અને હત્યા એ સિક્કાની બે બાજુ હોવી જરૂરી છે. બે નાની સંપત્તિ અને મિલ્કતો બીજાના નામે કરવાની કળામાં નિપૂણતા હોવી જરૂરી છે. દરેક રાજયમાં કોની કેટલી ટકાવારી વધારે એ સાંસદ સમૃધ્ધ કહેવાય.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.