ભારતના વડા પ્રધાનની કચેરીએ ટેસ્લાના ભારતના રોકાણ માટેના પ્લાનને જાન્યુઆરી, ૨૦૨૪ સુધી બધી મંજૂરીઓ આપી દેવા સંબંધિત વિભાગોને સૂચના આપી છે. એક સમયે ટેસ્લાએ ભારતમાં કરવેરાનો બોજ તેમજ અન્ય બાબતોને લઈને રોકાણ ક૨વાનું શક્ય નથી એવો નનૈયો લગભગ બે વર્ષ પહેલાં કરતાં કહ્યું હતું કે આ બધામાં મોટો બદલાવ લાવવામાં આવે. ભારતમાં રોકાણ ક૨વાનું ટેસ્લા માટે શક્ય નથી.
વડા પ્રધાનની આ ઉનાળામાં અમેરિકાની મુલાકાત દરમિયાન ફરી એક વાર તેઓ ટેસ્લાના એલોન મસ્કને મળ્યા અને આ મુલાકાત મસ્કના હૃદય પરિવર્તન માટે એવો તો જાદુ કરી ગઈ કે એમણે કહ્યું કે, ‘બને એટલી ઝડપે અમે ભારતમાં ટેસ્લાનું એકમ સ્થાપવા માગીએ છીએ.’ અત્યાર સુધી અમેરિકા બહાર ટેસ્લાનાં ઉત્પાદન એકમો જર્મની અને ચીનમાં છે. હાલની પરિસ્થિતિમાં અમેરિકામાં ટેસ્લા સ્થાનિક ઇલેક્ટ્રિકલ કાર ઉત્પાદકો તરફથી મોટી સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે. યુરોપની અર્થવ્યવસ્થાની મંદી માટે અને ચીનના પ્લાન્ટનું ઉત્પાદન યુરોપ અને અમેરિકામાં વેચવાનું હોય તો એ માટે મુશ્કેલીઓ છે જ.
આ પરિસ્થિતિમાં એલોન મસ્ક પોતાના નિર્ણયની ફેરવિચાણા કરી ભારતમાં ટેસ્લાનું કારખાનું નાખવાનું વિચારે અને ભારતના વડા પ્રધાને આપેલા આમંત્રણના અનુસંધાને પોતાનો આ નિર્ણય જાહેર કરે તે સાથે જ ભારતમાં ટેસ્લાના રોકાણ અંગેના તમામ નિર્ણયોને લગતી મંજૂરીઓ સત્વરે આપી દેવા વડા પ્રધાનનું કાર્યાલય વિવિધ મંત્રાલયોને સૂચના આપે એ ટેસ્લાને ભારતમાં લઈ આવવાની વડા પ્રધાનની પ્રતિબદ્ધતા અને વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થાના દોડતા ઘોડા ઉપર સવાર થઈ જવાની એલોન મસ્કની આવડત બંને માટે એક શિરમોર સિદ્ધિ છે, તેમ કહી શકાય.
ભારતનું ઓટોમોટીવ સેક્ટરનું બજાર એ દુનિયાનું ત્રીજા નંબ૨નું બજાર છે. જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં એલન મસ્કને બધી મંજૂરીઓ મળી જશે એટલે એ પત્તાં ચીપવાનું શરૂ કરશે અને એના પહેલા તબક્કે રેડીમેઈડ કાર આ દેશમાં આયાત કરવામાં આવશે. જેના ઉપર પ્રમાણમાં નીચી આયાત ડ્યૂટીને કારણે એને જે ફાયદો થશે અને ભારતમાં ઇલેક્ટ્રિક કારના ઘરઆંગણાના ઉત્પાદકોને જે નુકસાન થશે તે અંગેની ચર્ચાઓનો ગણગણાટ હવે સંભળાવા માંડ્યો છે, પણ ‘રાજાને ગમે તે રાણી અને છાણાં વીણતી આણી’ એ કહેવત મુજબ જ્યારે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી જ એલન મસ્કને ધોધમાર સહકાર મળી રહ્યો છે તે સંજોગોમાં ઘરઆંગણાના ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકોનો અવાજ પેલી ‘રામ ઢોલ વાગે તેમાં તતૂરીને કોણ સાંભળે?’
કહેવત મુજબ વડા પ્રધાનના કાર્યાલયના પીઠબળે એલન મસ્કની ટેસ્લા આ દેશમાં પ્રવેશી રહી હોય ત્યારે સ્થાનિક ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકોનું કોણ સાંભળે? આમેય આપણે ગ્રાહકલક્ષી બજાર વ્યવસ્થાના હિતમાં છીએ ત્યારે ગ્રાહક સર્વોપરી એ સિદ્ધ કરતા ટેસ્લા જેવી કંપનીને વાર થોડી લાગશે? એટલે ઘણા લાંબા સમયની રાહ પછી અમેરિકન ઇલેક્ટ્રિકલ વ્હીકલના ઉત્પાદક ટેસ્લા ભારતીય બજારમાં દાખલ થઈ ગયા છે ત્યારે આપણે સૌ એમને આવકારીએ અને ભારતમાં એમનો પંથ નિષ્કંટક બની રહે એવી અપેક્ષા રાખીએ.
આમ હવે એલોન મસ્કની સવારી ટેસ્લા વાજતેગાજતે ભારતમાં પ્રવેશી રહી છે, ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઉદ્યોગ ભારતમાં આવવાથી ભારતીય ઇલેક્ટ્રિકલ કાર ઉદ્યોગ ઉપર પરિપક્વતાનો એક સિક્કો (એ સ્ટેમ્પ ઓફ મેચ્યોરિટી) વાગશે. અમેરિકા અને ચીનની બહાર ભારતીય બજાર વિશ્વનું ત્રીજું મોટામાં મોટું બજાર છે એ આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. અગાઉ જણાવ્યું તે મુજબ યુરોપની મંદી અને ચીની ઉત્પાદનોને પણ નડી રહેલા પ્રશ્નો જોતાં આ અમેરિકન કંપની માટે ભારતનું ઉત્પાદન વેચવા માટેના આકર્ષક સંયોગો છે. શરૂઆતમાં એ સીધેસીધી તૈયાર કાર ભારતમાં આયાત કરશે. આમ, ટેસ્લાનો ભારતીય કાર બજારમાં પ્રવેશ માત્ર ધમાકેદાર જ હશે એટલું નહીં, પણ એ એલોન મસ્કની કુશળ વ્યાપારી દૃષ્ટિનું પણ જીવંત ઉદાહરણ પૂરું પાડે છે એમાં કોઈ શંકા નથી.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.