National

અયોધ્યામાં સરયૂ નદીમાં સ્નાન કરતા પતિએ પત્નીને કિસ કરી પછી તો…

ઉત્તરપ્રદેશ(UttarPradesh): અયોધ્યા(Ayodhya)ના કિનારે વહેતી સરયૂ નદી(saryuriver)માં સ્નાન કરતી વખતે એક યુવકને તેની પત્નીને ચુંબન(Kiss) કરવું ભારે પડી ગયું હતું. પતિની આ હરકત પર કિનારે રહેલા લોકો રોષે ભરાયા હતા. અને નદીમાં ન્હાવા ગયેલા પતિ-પત્ની(HusbandWife)ને બહાર કાઢ્યા હતા અને પતિને માર માર્યો હતો. આ વીડિયો(Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લોકોએ પતિને માર માર્યો
અયોધ્યામાં સરયુ નદીમાં તમામ લોકો દ્વારા સ્નાન દરમિયાન એક કપલ પણ સ્નાન કરી રહ્યું હતું. યુવક અન્ય પુરુષોની જેમ અર્ધ નગ્ન અવસ્થામાં હતો, પરંતુ તેની સાથેની યુવતીએ સલવાર સૂટ પહેર્યો હતો. જ્યારે તમામ લોકો સરયુ નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે આ કપલ સ્નાન કરવાના નામે ચુંબન કરી રહ્યું હતું. કપલને સાર્વજનિક સ્થળે આ કૃત્ય કરતા જોઈને ત્યાં નહાતા અન્ય લોકો રોષે ભરાઈ ગયા હતા. લોકોએ વિરોધ કરતા યુવકને પાણીમાંથી ખેંચીને બહાર કાઢવા લાગ્યા હતા. આ દરમિયાન બચાવમાં આવેલી યુવતીએ પણ લોકોને ખોટું બોલવાનું શરૂ કરી દીધું હતું. નદીમાં હાજર આ અર્ધ નગ્ન યુવકને જોઈને ડઝનબંધ લોકોના ટોળાએ તેને ઘેરી લીધો અને માર મારવા લાગ્યો.

વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પતિ અને પત્ની સરયુ નદીમાં સાથે છે અને કેટલાક લોકો પતિને ખેંચીને બહાર લઈ જાય છે અને મારે છે. તેમાંથી એક વ્યક્તિ એવું પણ કહેતો સંભળાય છે કે ‘અયોધ્યામાં આવી અશ્લિલતા સહન કરવામાં નહીં આવે.’

પોલીસ તપાસ શરુ
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે,આ ઘટના મંગળવારે રામ કી પૌડીમાં બની હતી પરંતુ હજુ ચોક્કસ તારીખની પુષ્ટિ થઈ નથી. હજુ સુધી તેમને કોઈ ફરિયાદ મળી નથી. તેમણે કહ્યું કે મામલાની તપાસ ચાલુ છે અને આ કપલ અને તેમના પર હુમલો કરનારાઓને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

Most Popular

To Top