Charchapatra

આજનો યુવાન કયે માર્ગે?

આજના યુવાનો જિજ્ઞાસુ અને કંઇક કરી નાંખવાની વિશાળ ભાવનાવાળાં હોય છે. ઉચ્ચ પરીક્ષાઓ જેવી કે જી. પી. એસ.સી /યુ.પી.એસસી/જી.એ.એસ વગેરે પાસ કરી ઉચ્ચ ઓફિસર બનવાની તીવ્ર ઝંખના રાખે છે, જે ધન્યવાદને પાત્ર છે તો સમાજ માટે કંઇક નવું જ કરી છૂટવાની મહેચ્છા રાખતાં જોવા મળે છે. ‘જો પહાડો સે ટકરાતે હૈ ઉસે તુફાન કહતે હૈ, જો તુફાનોં સે ટકરાતે હૈ ઉસે યુવાન કહતે હૈ’  યુવાન પાનને ગલ્લે ઊભો રહી બીડી, સિગરેટ, પાન, માવો ખાતો કે મોબાઈલમાં જ ગળાડૂબ જોવા મળે છે.આવા ધ્યેયહીન યુવાનોએ પોતાના ભાવિ માટે ઉચ્ચ ચિંતન પુરુષાર્થ કરવો રહ્યો. લાયન્સ, રોટરી, લિયો જેવી સંસ્થાઓ કે સ્વૈચ્છિક N.G.O.કે ચેમ્બર ઓફ કોમર્સના ઉત્સાહી પદાધિકારીઓએ વેકેશનમાં યુવાનોને માર્ગદર્શન પૂરું પાડતાં સેમિનારો યોજવા જોઈએ. જો યુવાન વ્યસની હશે તો વિકાસ અટકી જશે. યુવા ધનને વેડફાતું અટકાવવા સરકાર પ્રયત્ન કરશે.

હજુ મોડું થયું નથી. તો હમણાં જ બે યુવાનોની આગવી સિદ્ધિ વિશે ‘ગુજરાતમિત્રે’ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ દોહા કતારમાં કરશેની પ્રેરક વાત આયુષ્યમાન પ્રિયાંશે દુનિયાની સૌથી મોટી AI કોર્ડીંગ સ્પર્ધા 2025ના નેશનલ રાઉન્ડમાં તૃતીય સ્થાન મેળવ્યાના સારા ગૌરવભર્યા સમાચાર છાપ્યા છે. યુવાનો માટે માબાપ, શિક્ષકો વડીલો,આગેવાનો, બધાની જવાબદારી સરખી છે. આજનો યુવાન આવતી કાલનો નાગરિક છે. આશા છે એવા સંસ્થાઓલક્ષી કાર્યક્રમો યોજી યુવાનોને ભારતનું ભાવિ ઘડવામાં મદદ કરે.
સુરત     – રમીલા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top