‘વેલેન્ટાઇન્સ ડે’ (VALENTINE DAY)એ બારણે ટકોરા મારી દીધા છે. તમે પણ આ દિવસની રાહ જોતાં જ હશો અને પ્રિયજન સાથે ઉજવણીની બધી તૈયારી કરી દીધી હશે. સામાન્ય રીતે રેડ કલર રોમાન્સનો કલર છે એટલે આ સ્પેશ્યલ દિવસ માટે રેડ આઉટફિટસ પરફેકટ ચોઇસ છે.
રેડ કલર ઘણી રીતે ખાસ છે. એ આકર્ષક અને મોહક છે અને પ્રેમનું પ્રતીક પણ ગણાય છે. હાર્ટ, કિસ, રિબન્સ વગેરે રેડના શેડમાં આવતાં હોવાથી એ એને ખાસ બનાવે છે. જો તમે ‘વેલેન્ટાઇન્સ ડે’ એ શું પહેરવું એ અંગે અવઢવમાં હો તો રેડ આઉટફિટ એક સારો વિકલ્પ છે. એ તમારા આખા લુકને રોમેન્ટિક દર્શાવે છે. રેડ આઉટફિટસમાં તમે કોન્ફિડન્ટ, ફેમિનાઇન, બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ લાગી શકો છો. તો આ ‘વેલેન્ટાઇન્સ ડે’ એ કયા રેડ આઉટફિટ્સ પર પસંદગી ઉતારશો?
ગાઉન્સ
‘વેલેન્ટાઇન્સ ડે’ સેલિબ્રેશન માટે ગાઉન પરફેકટ ચોઇસ છે. પ્રેમની મોસમ માટે જ રેડ ગાઉન છે. ડેટ પર જતી યુવતી રેડ ગાઉનમાં ‘ટોપ ઓફ ધ વર્લ્ડ’ની લાગણી અનુભવે છે. રેડ ગાઉન પહેરી આકર્ષણનું કેન્દ્ર બનો.
સ્કર્ટસ
જો તમને ગાઉન કે ડ્રેસ પહેરવાનું ગમતું ન હોય તો સુંદર સ્કર્ટમાં કમ્ફર્ટેબલ ફીલ કરો. તેની સાથે ક્રોપ ટોપ્સ, હોલ્ટર નેક અથવા ટર્ટલ નેક ટોપ પહેરી શકાય. તમે એની સાથે કલાસિક વ્હાઇટ કે બ્લેક ટોપ પણ પેર કરી શકો. એસિમેટ્રિકલ હેમલાઇન્સ અને પ્લીટ્સ સ્કર્ટ ટ્રેન્ડમાં છે.
જમ્પસૂટ
જમ્પસૂટ કમ્ફર્ટેબલ છે. એ સ્પોર્ટી લુક આપશે. એની સાથે રેડ પમ્પ્સ પહેરી શકાય. વાળને છુટ્ટા રાખો. એની સાથે તમે રેડ એસેસરીઝ પણ પહેરી શકો.
લેસ ડ્રેસ
લેસ ડીટેઇલ્સ સાથેના લેસ ડ્રેસ પણ પહેરી શકાય. ઇન્ટ્રિકેટ લેસ વર્ક એની ખૂબસૂરતી ઓર વધારે છે. મેસી બન, ટોપ-નોટ કે સ્ટ્રેટ હેર તમારા લુકને કમ્પ્લીટ કરશે.
પીનાફોર ડ્રેસ
કેઝયુઅલ, કુલ અને સ્પોર્ટી પીનાફોર ડ્રેસ યુથફુલ લુક આપશે. આ સ્ટાઇલ બધાંથી જુદી પડી તરત જ તમારા પ્રિયજનનું ધ્યાન ખેંચશે. એને સ્નીકર્સ સાથે પેર કરો અને લુક કમ્પ્લીટ કરવા હુપ ઇઅરીંગ્સ પહેરો.
સાડી
સદાબહાર સાડી પણ ‘વેલેન્ટાઇન્સ ડે’ માટે પરફેકટ ચોઇસ છે. તમારા ફિઆન્સે કે પતિ સાથે ડેટ પર જતાં તમે સાડી પર પસંદગી ઉતારી શકો. રેડ સાડી પહેરી એનું દિલ જીતી લો. પર્લ ડ્રોપ ઇઅરીંગ્સ, સિમ્પલ ઘડિયાળ કે બ્રેસલેટ અને રેડ સ્ટીલેટોસથી કમ્પ્લીટ લુક મળશે.