World

પાકિસ્તાને કોરોના રસી માટે ભારત સામે હાથ લંબાવ્યો, 12 લાખ ડોઝ અપાશે

પાકિસ્તાન (PAKISTAN) ના વડા પ્રધાન ઇમરાન ખાન (IMRAN KHAN) ના વિશેષ સલાહકાર ફૈઝલ સુલતાને (FAIZAL SULTAN) કહ્યું છે કે પાકિસ્તાન ટૂંક સમયમાં કોરોના રસીકરણ અભિયાન (CORONA VACCINETION PROGRAM) શરૂ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓને એ કહેતા આનંદ થાય છે કે ચીની કંપની સિનોફોર્મના 5 લાખ ડોઝ ઉપરાંત, એસ્ટ્રાઝેનેકાની લગભગ 7 લાખ ડોઝ આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પાકિસ્તાન પહોંચશે.લાંબા સમયથી કોરોના વેક્સિનની શોધ કરી રહેલા પાકિસ્તાનની શોધ અંતે તો ભારત પર જ પૂરી થઈ છે .પાકિસ્તાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા એસ્ટ્રાઝેનેકાની 17 મિલિયન કોરોના રસી મેળવી છે. એસ્ટ્રાઝેનેકા રસી ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ બનાવે છે. ભારતમાં આ રસીનું નામ કોવિશિલ્ડ રાખવામાં આવ્યું છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના વિશેષ સલાહકાર ફૈઝલ સુલતાને કહ્યું છે કે પાકિસ્તાન ટૂંક સમયમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓને એ કહેતા આનંદ થાય છે કે ચીની કંપની સિનોફોર્મના 5 લાખ ડોઝ ઉપરાંત, એસ્ટ્રાઝેનેકાના લગભગ 7 લાખ ડોઝ આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પાકિસ્તાન પહોંચશે અને પાકિસ્તાનની જનતાને રસી નિ:શુલ્ક આપવામાં આવશે. પાકિસ્તાન એસ્ટ્રાઝેનેકાના 1 કરોડ 70 લાખ ડોઝ ખરીદી રહ્યું છે.પાકિસ્તાને આ રસી ભારતથી સીધી ખરીદી નથી. ઊલટાનું, પાકિસ્તાને આ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કોવાક્સ પ્રોગ્રામનો આશરો લીધો છે.

કોવક્સ એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક પ્રોગ્રામ છે. આના માધ્યમથી ડબ્લ્યુએચઓ વિશ્વના તે દેશોમાં કોરોના રસી પહોંચાડે છે, જે સરકારો આ રસી વિકસાવવા અથવા ખરીદવામાં સક્ષમ થઈ નથી. પાકિસ્તાન સરકારના મંત્રી અસદ ઉમરે કહ્યું કે ઇસ્લામાબાદ (ISLAMABAD) એ લગભગ 8 મહિના પહેલા રસી સપ્લાય કરવા માટે કોવાક્સ સાથે કરાર કર્યો હતો.પાકિસ્તાને એસ્ટ્રાઝેનેકા, સિનોફોર્મ રસીના કટોકટી ઉપયોગની મંજૂરી આપી છે. પાકિસ્તાન ટૂંક સમયમાં રશિયાની સ્પુટનિક વીની રસીના ઉપયોગની મંજૂરી આપી શકે છે.

એક અહેવાલ મુજબ ડો.ફૈઝલ સુલતાને કહ્યું કે એસ્ટ્રાઝેનેકાના લગભગ 7 લાખ ડોઝ માર્ચ સુધીમાં પાકિસ્તાન પહોંચશે. એસ્ટ્રાઝેનેકાની રસી વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, “જોકે એસ્ટ્રાઝેનેકાની રસી ભારતમાં બનાવવામાં આવી રહી છે, પણ આ રસી કોવાક્સના માધ્યમથી અમારી પાસે આવશે, જે આંતરરાષ્ટ્રીય જોડાણ છે જેણે પાકિસ્તાનની 20% વસ્તીને મફત કોરોના રસી પૂરી પાડી છે. ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ પાકિસ્તાન સિનોફોર્મ અને એસ્ટ્રાઝેનેકા રસીના ઉપયોગને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે.

આ દરમિયાન પાકિસ્તાન કટોકટીના ઉપયોગ માટે ચીન પાસેથી રસી લઈ રહ્યું છે. તે જ સમયે, ભારત કોવાક્સ પ્રોગ્રામ હેઠળ 100 લાખ રસી બજેટનું વેચાણ કરશે. સંયુક્ત રાષ્ટ્ર પણ તેના કર્મચારીઓ માટે કોરોના રસીના 4 લાખ ડોઝ ખરીદશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top