અર્થ-અનર્થ : ભારતમાં છન્નુ રૂપિયે લીટર પેટ્રોલ છે એ વાત સાચી પણ યુરોપમાં તો દોઢસો રૂપિયે લીટર છે. અમેરીકામાં પણ સવાસો એકસો ત્રીસ રૂપિયે લીટર છે… એટલે દુનિયાની સરખામણીમાં તો ભારતમાં પેટ્રોલ ડીઝલ સસ્તુ જ છે ! – સીત્તેર રૂપિયે લીટર પેટ્રોલના ભાવ થયા ત્યારે ભારત બંધનું એલાન આપનારા અત્યારે લગભગ સો રૂપિયાની નજીક પેટ્રોલ ડીઝલના ભાવ છે ત્યારે પણ સરકારનો બચાવ કરી રહ્યા છે. વળી ભારતના ઊચ્ચ મધ્યમવર્ગને આંતરરાષ્ટ્રીય ભાવના ઉદાહરણ દ્વારા સમજાવી રહ્યા છે કે દુનિયાની સમખામણીમાં ભારતમાં મોંઘવારી ઓછી છે !
રાજકારણીઓ ભલે ગમે તે તર્ક રજૂ કરે પણ આંતર રાષ્ટ્રીય આર્થિક તુલનાના ખરા નિયમ ક્યા ? જો ખરેખર આર્થિક તુલના કરવી હોય તો કંઈ રીતે કરી શકાય ?
આપણે મોટોભાગે આંતર રાષ્ટ્રીય આર્થિક ચર્ચામાં વિદેશી હુડિયામણના દરનો આધાર લઈને ચર્ચા કરીએ છીએ ! જેમકે યુરોપમાં પેટ્રોલ કોઈ રૂપિયામાં મળતું નથી ત્યાંનું ચલણ યુરો છે. પણ જો ત્યાં દોઢ યુરોમાં પેટ્રોલ મળતુ હોય અને એક યુરોનો ભાવ નેવું રૂપિયા હોય તો દોઢ યુરોના એકસો પાંત્રીસ રૂપિયા ગણીને આપણે યુરોપમાં પેટ્રોલ એકસો પાંત્રીસ રૂપિયે છે તેમ માનીએ છીએ અને પછી ચર્ચા સરળ થઈ જાય છે. ભારતમાં છન્નુ યુરોપમાં એકસો પાંત્રીસ માટે ભારતમાં સસ્તુ ! માત્ર પેટ્રોલ જ શા માટે દરેક બાબતમાં આ જ રીતે તુલના થાય છે !
પરદેશમાં પાંચસો કે હજાર ડોલરનું લેપટોપ મળતુ હોય તો તેને રૂપિયાના મૂલ્યમાં પરિવર્તીત કરીને ચાલીસ હજારથી લાખનું કરી નાંખવાનું લાખ – બે લાખ ડોલરનું ઘર સીત્તેર લાખથી દોઢ કરોડનું ગણવાનું સાત-આઠ ડોલરની ફીલ્મની ટીકીટ ચારસો-પાંચસો રૂપિયાની કરી નાંખવાની પછી ભારતમાં ફીલ્મ ટીકીટ સાથે તેને સરખાવવાની. ટૂંકમાં એક ડોલર બરાબર કેટલા રૂપિયા છે ? તે જોઈને આંતરચરાષ્ટ્રીય આર્થિક તુલના થાય છે ! હવે પ્રશ્ન એ છે કે શું આવી તુલના યોગ્ય છે ?
હા, આ તુલના યોગ્ય છે જો તમે પ્રવાસી છો !
જો વ્યકિત પરદેશથી ભારત ફરવા આવ્યો છે કે ભારતથી પરદેશમાં ગયો છે તો તેણે આવી તુલના કરવી જ પડે ! એક ભારતીય અમેરિકા કે યુરોપમાં ખર્ચ કરે ત્યારે ડોલર કે યુરો વાપરતા પહેલા તેનું રૂપિયામાં મૂલ્ય કેટલું થાય તે જોવુ જ જોઈએ કારણકે તેણે વિદેશી હુંડિયામણ ખરીદવું પડે છે. એણે એક ડોલર સીત્તેર રૂપિયા આપીને ખરીદયો હોય છે ! માટે એક ડોલર ખર્ચે ત્યારે સીત્તેર રૂપિયા ખર્ચામાં તેમ માનવું જોઈએ પણ અમેરિકામાં રહેતા અમેરીકને આવો વિચાર કરવાનો નથી !
કોઈ યુરોપીયન ભારતમાં ફરવા આવે અને સો રૂપિયાની વસ્તુ ખરીદે ત્યારે આ તો માત્ર એક જ યુરોની થઈ તેમ વિચારે તે બરોબર છે. પણ ભારતમાં રહેલો ભારતીય સો રૂપિયાની વસ્તુ ખરીદે ત્યારે તેણે એમ આશ્વાસન નથી મેળવવાનું કે આતો સાવ સસ્તુ છે. ‘‘એક જ યુરો નું !’’
હુંડિયામણ દર દ્વારા તુલના એ માત્ર પ્રવાસીઓ માટે યોગ્ય હોય છે. પણ બે દેશના અર્થતંત્રની અને પ્રજાના રોજીદા આર્થિક ધોરણની તુલના આ રીતે થતી નથી એ તો સિમાંત ત્યાગ કેટલો છે. તે મુજબ થાય છે અને તે મુજબ જ કરવી યોગ્ય પણ છે. તો આ સીમાંત ત્યાગ એટલે શું ! વ્યકિત વસ્તુ કે સેવા ખરીદવા પોતાની આવકનો કેટલો ભાગ ખર્ચે છે તેની તુલના. એક અમેરીકન ને મનોરંજન મેળવવા માટે, ખોરાક જેવી જીવન જરૂરી ચીજ ખરીદવા માટે પોતાની આવકનો કેટલો ભાગ ખર્ચવો પડે છે ! અને આજ સેવાઓ કે વસ્તુઓ ખરીદવામાં ભારતીય નાગરીક પોતાની આવકનો કેટલો ભાગ ખર્ચે છે ?
મતલબ કે જો ત્રણ હજાર ડોલરની માસિક આવક ધરાવતા અમેરીકન ને એક લીટર પેટ્રોલ માટે માત્ર દોઢ ડોલર જ ચૂકવવાનો છે. એક ડોલર માં તેને બ્રેડનું મોટુ પેકેટ મળે છે. એક-બે ડોલરમાંજ દૂધ લીટર મળે છે. માત્ર છ સાત ડોલરમાં તે ફિલ્મ જૂએ છે ! મતલબ ત્રણ હજાર ડોલર કમાનાર વ્યકિત માત્ર સો ડોલરમાં તો પોતાના રોજીંદા જીવન જરૂરીયાતની ચીજો અને મનોરંજન નિરાંતે મેળવી લે છે. લાખ-બે લાખ ડોલરના ઘર માટે બેંક તેને લોન આપે તો પાંચસો હજાર ડોલરનો હપ્તો ભરી શકે છે ! વીસ-ત્રીસ હજાર ડોલરની ગાડી હપ્તેથી ખરીદી શકે છે !
આની સામે ત્રણ હજારની આવક મેળવનાર ભારતીયની હાલત કેવી હોય તેની તુલના કરો ! ભારતમાં દસ હજારના પગારદારે પણ બીજી દુધની થેલી ખરીદવામાં બે વાચ વિચાર કરવો પડે ! મલ્ટીપ્લેક્ષમાં ફીલ્મ જોવાનું તો માંડી જ વાળવું પડે ! આપણે આપણી આવકનો ખૂબ મોટો ભાગ જીવન જરૂરી ચીજો પાછળ ખર્ચી નાંખવો પડે છે ! વીસ-ત્રીસ હજારના પગારમાં નોકરી કરનાર યુવકને આવન-જાવન માટેના વાહન વ્યવહાર ખર્ચ માટે ત્રણ-ચાર હજાર ખર્ચવા પડે છે ! અને ખાવા-પીવાની જરૂરીયાતો માટે નીચી આવકવાળાના પચાસ પટા ખર્ચાઈ જાય છે ! મૂળ ભેદ છે તે આ છે ! વિકસીત દેશો વિકસીત એટલા માટે છે કે ત્યાં સામાન્ય આવક મેળવનાર નાગરીકને પાયાની જરૂરીયાતો સહેલાઈથી, સારી ગુણવત્તામાં અને વાજબી ભાવે મળે છે. તુલના ખરેખર કરવાની હોય તો આ કરવાની છે કે સામાન્ય પ્રજાનું આર્થિક જીવન કેટલું હાડમારી ભર્યુ છે ?
વિકસીત દેશોમાં બધા નાગરીકો વીસ-ત્રીસ હજાર કે લાખ ડોલર/યુરો નથી કમાતા ! સાવ સામાન્ય આવક કમાનારો નાગરીક મોટા પ્રમાણ છે પણ તે ભૌતિક જીવન ધોરણને જાળવી શકે છે કારણ જીવન જરૂરિયાત એવા ઓ ના ભાવ નિયંત્રીત છે. આપણે સામાન્ય નાગરીકની જીવન જરૂરી ચીજો અને સેવાઓના ભાવ દ્વારા જ કમાઈ લેવાની વૃત્તિ એ ઊંઘાડી લૂંટ મચાવી છે ! વિકસીત દેશોમાં માનવીય સેવાઓ મોઘી છે ! શ્રમ મોઘો છે ! ડ્રાયવરને, નર્સને, વકીલને, ડોકટરને, કામવાળાને ખૂબ પૈસા ચૂકવવા પડે છે.
ભારતમાં કામવાળા, ડ્રાયવર, નર્સ જેવા માનવીય સેવાઓ સસ્તી છે. શ્રમનું તો રીતસર શોષણ થાય છે. એક બાજુ તેને પગારો ઓછા ચૂકવાય છે બીજી બાજુ તેને ચુકવાયેલા પગારો પાયાની જરૂરીયાતો વેચીને પાછા લઈ લેવાય છે ! માટે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે. પ્રજાની મોટાભાગની આવક આ દ્વારા સરકાર પાછી જ લઈ લે છે ! અને માટે આ ભાવને આંતરરાષ્ટ્રીય હુડીયામણ દર સાથે મેળવી ને તુલના કરવી તે છેતરપીંડી છે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે